કિયારા અડવાણીએ બેકલેસ ડ્રેસમાં બતાવ્યો ગ્લેમરસ અવતાર, સિદ્ધાર્થ મલ્હોત્રાની પણ નહિ હટે નજર

કિયારા અડવાણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવે છે. ફેશનની બાબતમાં પણ કિયારા કોઈ અભિનેત્રીથી ઓછી નથી.કિયારા અડવાણી આજકાલ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. જો કે તે આ અંગે કંઈ કહેતી નથી. કિયારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે જે પણ તસવીરો શેર કરે તે પળવારમાં જ વાયરલ થઇ જતી હોય છે. કિયારાએ પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.તેણે પીળા રંગનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. તેના આ ફોટોઝ ઈન્ટરનેટ પર છવાયેલા છે.કિયારાએ આ ડ્રેસમાં કેમેરાની સામે હોટ પોઝ આપ્યા છે, જેના કારણે ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. અભિનેત્રીએ ડ્રેસ પ્રમાણે તેના લુકનું ધ્યાન રાખ્યું છે. તેણે પોનીટેલ સ્ટાઈલમાં પોતાના વાળ બાંધ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

આપને જણાવી દઈએ કે કિયારાએ આ લુક એક એવોર્ડ શો માટે કેરી કર્યો હતો, જેમાં તેને જોઈને બધાની આંખો તેના પર જ અટકી ગઈ હતી. તે આ ઇવેન્ટમાં તેના કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગઈ હતી. આ ઈવેન્ટમાંથી તેના કેટલાક ફોટોઝ પણ સામે આવ્યા છે. જેમાં તે ગ્લેમરનો સ્પર્શ ઉમેરી રહી છે. આ વખતે કિયારા અડવાણીએ બેકલે ડ્રેસમાં ફોટા શેર કર્યા છે. અભિનેત્રીની આ તસવીરો પરથી નજર હટાવવી પણ મુશ્કેલ છે.

ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને કિયારાના વખાણ કરતા થાકતા નથી જ્યાં ભારતીય ચાહકો આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યાં તેના એક પાકિસ્તાની યુઝર્સે પણ કોમેન્ટ કરી છે અને તે પોતાની ફેવરિટ હિરોઈનના વખાણ કરતા થાકતો નથી. આ સિવાય અન્ય યુઝર્સ પણ કિયારાના લુકના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

એકે લખ્યું, ‘તમે હંમેશા અદભૂત દેખાવ છો’. વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળી હતી. આમાં બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. હવે અભિનેત્રી ‘જુગ જુગ જિયો’ અને ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Pallav Paliwal (@pallav_paliwal)

આ સાથે કિયારા સાઉથ સ્ટાર રામ ચરણ સાથે ફિલ્મ ‘RC 15’માં જોવા મળવાની છે. આ ફિલ્મથી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે અને ચાહકો બંનેને પડદા પર રોમાન્સ કરતા જોવા આતુર છે.

Shah Jina