રાજકોટમાં ઘરના હુકમાં સાડી સાથે જુવાનજોધ દીકરાની લાશ લટકતી જોવા મળી, એક વર્ષ પહેલા જ થયા હતા લગ્ન, પરિવારનો હત્યા કરવાનો આરોપ

હજુ તો એક વર્ષ પહેલા જ લગ્ન થયા અને બૈરીને લીધે પતિ વિજય સોલંકી લટકી ગયો- જાણો સમગ્ર મામલો

Khorana youth commits suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. તો ઘણીવાર કેટલીક હત્યાના મામલાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હોય છે. જેનો ભેદ ખુલતા જ રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત પણ સામે આવતી હોય છે. ત્યારે હાલ રાજકોટમાં એક એવા જ મોતની ઘટના સામે આવી છે. જેમાં પરિવાર દ્વારા તેમના દીકરાની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા ખોરાણા ગામમાંથી, જ્યાં રહેતા 29 વર્ષીય યુવાન વિજય પરમારના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. ત્યારે હાલ તેની લાશ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી જવા પામી હતી. વિજયના પરિવારજનોનો આરોપ છે કે કોઈએ તેને દવા પીવડાવીને લટકાવી દીધો છે. આ ઉપરાંત પરિવારે પત્ની ત્રાસ આપતી હોવનો પણ આરોપ લગાવ્યો છે.

હાલ આ મામલે પોલીસે મૃતક વિજયની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી આ મામલે તપાસ હાથ ધરી છે. વિજયની લાશ લટકતી જોઈને પરિવારજનોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. 108ની ટીમ દ્વારા વિજયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

મૃતક વિજય રાજકોટના યાજ્ઞિક રોડ પર મોબાઈલની દુકાન ચલાવતો હતો. તે બે ભાઈઓમાં નાનો હતો. તેની પત્ની છેલ્લા ઘણા સમયથી રિસામણે તેના પિયર હતી. જ્યારે તેના માતા બેંકના કોઈ કામ અર્થે બહાર ગયા અને પાછા આવીને જોયું તો દીકરાની લાશ લટકતી જોઈ હતી અને આજુબાજુના લોકોને જાણ કરવામાં આવી હતી. મૃતકનો મોબાઈલ પણ ગાયબ હોવાનું પરિવારે જણાવ્યું છે.

Niraj Patel