ખેડા : પરણિતા તાબે ન થતા યુવકે કાપી નાખ્યો હાથ, કુદરતી હાજતે જતી પરણિતાએ પોતાનો જીવ બચાવવા જતા ગુમાવ્યા હાથ

ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ ખેડામાંથી ખૌફનાક મામલો સામે આવ્યો, જેમાં કુદરતી હાજતે જતી પરિણીતા પર બીજા ધર્મના યુવકે નજર બગાડી અને જ્યારે મહિલા તાબે ન થઇ તો તેણે હાથ કાપી નાખ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગળતેશ્વરના સનાદરા ગામમાં એક પરણિતા ભાભી સાથે કુદરતી હાજતે ગઇ હતી, જેની પર યુવકે નજર બગાડી. તે પરણિતાને તાબે થવા દબાણ કરતો પણ પરિણીતા તાબે ન થતા તેણે ધારિયાથી જોરદાર હુમલો કર્યો.

તસવીર સૌજન્ય : ગુજરાત તક

કુદરતી હાજતે જતી પરિણીતા પર નજર બગાડી

જેમાં પરિણીતા પોતાનો જીવ બચાવવા જતા હાથ કપાઈ ગયા હતા. જો કે, તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખેડાના ગળતેશ્વરમાં આવેલ સનાદરા ગામની 32 વર્ષિય પરિણીતા તેની ભાભી સાથે ત્રણેક દિવસ પહેલા કુદરતી હાજત માટે ગામની સીમમાં જવા નીકળી હતી. આ દરમિયાન ગામમાં રહેતા 25 વર્ષના યુવક ફારૂક તેનો પીછો કર્યો અને તેના પર નજર બગાડી.

મહિલા તાબે ન થતા હાથ કાપી નાખ્યો

જો કે, યુવકે તેને પરણિતાને પોતાના તાબે થવા કહ્યું પણ મહિલા તાબે ન થતા ગુસ્સામાં આવી તેણે ધારિયાથી પરણિતાના ગળા પર હુમલો કર્યો. જો કે આ સમયે પરિણીતાએ પોતાનો જીવ બચાવવા હાથ વચ્ચે લાવી દેતા તેનો હાથ કપાઈ ગયો. આ પછી તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં લાવવામાં આવી. જે બાદ આ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપીને જેલ હવાલે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, પરિણીતા છેલ્લા 3 વર્ષથી તેના પિતાના ઘરે રહે છે. વર્ષ 2010માં તેના લગ્ન થયા હતા પણ પતિ સાથે અણબનાવ હોવાને કારણે તે 3 વર્ષથી પિતાના ઘરે આવી ગઇ હતી. પરણિતાને લગ્ન જીવનથી 8 વર્ષનો એક પુત્ર પણ છે.

Shah Jina