અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માતમાં થયા 10ના મોત, મૃતકોની ઓળખ થઈ જાહેર- હાઇવે પર થયો લાશોનો ઢગલો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત મામલે મોટો ખુલાસો, દીકરીની વધામણી દેવા દુબઈથી આવ્યાં અને….

ગત રોજ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવતા જ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચી ગઇ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ટ્રેલરની પાછળ કાર ઘૂસી જવાને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જણાવી દઇએ કે, કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી અને ત્યારે નડિયાદ નજીક તેને અકસ્માત નડ્યો. એવું સામે આવ્યુ છે કે અર્ટિગા કાર સટલ મારી રહ્યો હતો અને 10 લોકોને કારમાં બેસાડ્યા હતા.

મૃતકોમાં 4 અમદાવાદના જ્યારે કારનો ડ્રાઇવર રાજસ્થાનનો હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે હજુ બાકીના લોકોની ઓળખ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પાસિંગની અર્ટિગા કાર GJ 27 EC 2578 કિરણ બ્રહ્મભટ્ટના નામે રજીસ્ટર હતી. જે 10 લોકોના દર્દનાક મોત થયા છે તેમાં 1 મહિલા, 1 બાળકી અને 8 પુરુષનો સમાવેશ થાય છે. કારમાં અમદાવાદ-વડોદરાના પરિવાર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની વાત કરીએ તો, નડિયાદ નજીકથી પસાર થતી અને ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર ઊભેલા ટ્રેલરના પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ અને કારનો ખુરદો બોલાઇ ગયો. કારમાં સવાર 8 લોકોના તો ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જ્યારે 2 લોકોના પાછળથી થયા. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો સંપૂર્ણ રીતે ખુરદો બોલાઇ ગયો છે.

અકસ્માતમાં જે 10 લોકો મોતને ભેટ્યા છે તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલ તો પાંચ મૃતકોના નામ સામે આવ્યા છે જેમાં યોગેશભાઈ નરેન્દ્રભાઇ પંચાલ (હેમલપાર્ક, તક્ષશિલા વિદ્યાલય, અમદાવાદ), સુરેન્દ્રસિંહ અમરસિંહ રાવત (ભીલવાળા, રાજસ્થાન), નીલકુમર મુકેશભાઈ ભોજાણી (દયાલનગર સોસાયટી, વારસિયા રીંગરોડ, વડોદરા), જયશ્રી બેન મિસ્ત્રી મનોજભાઈ (ગણેશનગર સોસાયટી, વડોદરા), શાહબુદ્દીન અન્સારી (મુંબઇ)નો સમાવેશ થાય છે.

જો કે કેટલાક રીપોર્ટ અનુસાર, આ ગોઝારા એક્સિડન્ટમાં એમબીબીએસનો વિદ્યાર્થી નીલકુમાર ભોજાણી અને જયશ્રીબેન મિસ્ત્રી કે જે વડોદરાના છે પણ છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં કામ કરતાં હતા તેમનો સમાવેશ થાય છે. જયશ્રીબેન તાજેતરમાં પૌત્રના ઘરે દીકરીનો જન્મ થતા વધામણા દેવા માટે વડોદરા આવ્યાં હતા અને કારમાં બેસીને અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે તેમને કાળ ભરખી ગયો.

Shah Jina