ખેડામાં 32 વર્ષિય જિમ ટ્રેનરનું મોત, કારણ જાણી લાગશે આંચકો

જીમ જવા વાળા સાવધાન: 32 વર્ષિય જિમ ટ્રેનર હાર્દિક પટેલનું થયું મૃત્યુ….કારણ જાણીને ફફડી ઉઠશો

ગુજરાતમાંથી અવાર નવાર મોતના ચોંકાવનારા મામલા સામે આવતા રહે છે. જેમાં કેટલીકવાર નાની ઉંમરના વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેનું મોત પણ થઇ જતુ હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના નડિયાદના ખેડામાંથી સામે આવી છે. ટીંબાના મુવાડા ગામના જિમ ટ્રેનરનો ગળતેશ્વરના છીકારીયા ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

રવિવારના રોજ આ મૃતદેહનું પીએમ કરાવવામાં આવ્યુ અને પ્રાથમિક દ્રષ્ટીએ હાર્ટ એટેકથી મોત થયું હોવાનો ખુલાસો થયો. જો કે વિસેરાના ટેસ્ટીંગ બાદ વધુ સચોટ માહિતી મળી શકે તેવી નોંધ પણ પીએમ રિપોર્ટમાં કરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ઇન્દોર હાઈવે પર પોલિસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રવિવારે મોડી રાત્રે પોલિસને ટીંબાના મુવાડાના 32 વર્ષિય જિમ ટ્રેનર હાર્દિક પટેલનું મોપેડ મળી આવ્યું અને પછી પોલીસે તપાસ કરી તો 6 ફૂટ ઊંડી નીકમાંથી તેનો મૃતદેહ મળ્યો. આ મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ માટે મોકલ્યો હતો.

જેના પ્રાથમિક રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ. હાર્દિક એક જિમ ટ્રેનર હતો, જેથી તેને હાર્ટ એટેક કેવી રીતે આવે તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરે મોતનું સચોટ કારણ જાણવા વિસેરા રિપોર્ટ પર ભાર મૂક્યો છે. આ મામલે હાર્દિકની પત્નીએ જણાવ્યુ કે, તેની મમ્મી અમેરિકાથી આવવાની હતી અને તેને કારણે બંને એરપોર્ટ જવાના હતા.

પરંતુ તેની નણંદનો ફોન આવતા એરપોર્ટ જવાનું કેન્સલ રાખ્યું. જે બાદ હાર્દિક સાંજે 5 વાગે જિમ જવા નીકળ્યો અને પોણા નવ વાગ્યે હાર્દિકની પત્નીએ તેને ફોન કરી ઘરે આવવા કહ્યું. જે બાદ તેણે 2 મિનિટ કહ્યુ અને પછી 9 વાગ્યાથી હાર્દિકની પત્નીએ તેને સતત ફોન કર્યા પરંતુ તેનો ફોન ન લાગ્યો.

Shah Jina