28 વર્ષીય માસા તેની 12 વર્ષીય ભાણીને પ્રેમના પાઠ ભણાવી ભગાડીને લઇ ગયો, 4 બાળકોનો છે પિતા

પ્રેમ કોઇ નાત-જાત કે ધર્મના ભેદભાવ જોતો નથી. પ્રેમમાં તો લોકો ઉંમર પણ જોતા નથી. સંબંધોને પણ લોકો પ્રેમમાં ભૂલી જાય છે. ઘણીવાર તમે એવું સાંભળ્યુ હશે કે એક મોટા ઉંમરના પુરુષે તેનાથી નાની ઉંમરની યુવતિ સાથે લગ્ન કરી લીધા હોય કે, તેને ભગાડીને લઇ ગયો હોય ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ખરેખર ચોંકાવનારો છે. અહીં એક 28 વર્ષિય વ્યક્તિ જેને 4 બાળકો છે અને કેની પત્ની કેટલાક દિવસથી બીમાર છે તે તેની સાળીની દીકરીને ભગાડીને લઇ ગયો.

આ કિસ્સો ખંભાતનો છે. ખંભાતના લુણેજ ગામમાં રહેતો શૈલેષ રાઠોડ એક કંપનીમાં નોકરી કરે છે અને તેને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. તેની પત્ની કેટલાક દિવસથી બીમાર રહેતી હતી અને તેને કારણે તેની પત્નીની બહેનની દીકરી જે 12 વર્ષની છે તેને લગભગ 10 દિવસથી તેના ઘરે બોલાવી હતી. ત્યારે સગીરાને શાળાઓ શરૂ થતા અભ્યાસ માટે પિતાએ તેમના સાઢુને પરત ઘરે મૂકી જવા માટે કહ્યુ હતુ અને ત્યારે તેમણે એવું જણાવ્યુ હતુ કે તે તેને 27 તારીખના રોજ મૂકી જશે.

પ્રતિકાત્મક તસવીર

શૈલેષની પત્નીએ 27 તારીખના રોજ તેમના બનેવીને ફોન કર્યો હતો અને જણાવ્યુ કે, તેમનો પતિ અને સગીરા બંને ઘરમાંથી કયાંક ગુમ થઇ ગયા છે અને તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે, તેમના પતિ એટલે કે શૈલેષનો ફોન બંધ આવે છે. બંનેનો કઇ પત્તો ન લાગતા આખરે સગીરાના પિતાએ શૈલેષ વિરૂદ્ધ ખંભાત ગ્રામ્ય પોલિસ સ્ટેશને અપહરણની કલમ હેઠળ ફરિયાજ નોંધાવી હતી.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina