આટલું જલ્દી ઘર બને છે કેવી રીતે? તો ખજૂર ભાઈએ કહ્યું, જ્યાં સુધી ઘર ન બને ત્યાં સુધી હું 24 કલાક ત્યાં જ રહુ છુ, જુઓ વીડિયો
નીતિન જાની ઉર્ફે ખજુરભાઇ, આ નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે. ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને ગરીબોના મસીહા એવા નીતિન જાનીને હવે કોઇ ઓળખની જરૂર નથી. ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ખજુરભાઇનું નામ ગુંજે છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય એવા નીતિન જાની તેમના સેવાકીય કામને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ એક નવા ઘરમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે. આ નવું ઘર ખજુરભાઇ અને તેમની ટીમ દ્વારા મહેસાણાના અંબાસણ ગામમાં બનાવવામાં આવ્યુ છે.
આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ખજુરભાઇ કહે છે- તમે લોકો દર વખતે એ વિચારતા હશો કે આટલું જલ્દી ઘર બને છે કેવી રીતે, જો કે વાત એમ છે કે હું ઘરે જતો નથી. 24 કલાક ત્યાં જ રહુ છુ, જ્યાં સુધી ઘર નથી બનતુ ત્યાં સુધી ત્યાં જ રહું છુ અને ત્યારે જઇને ઘર બને છે.
મહેસાણાના અંબાસણ ગામનો પરિવાર પહેલા આવી હાલતમાં રહેતો હતો. બધા લોકો એબનોર્મલ હતા અને હવે તેમનું ઘર બની ચૂક્યુ છે અને તેમની નવી જિંદગી શરૂ થઇ ગઇ છે. તો આ છે તેમનું પાક્કુ મકાન જેને અમે બહુ પ્રેમથી બનાવ્યુ છે.
View this post on Instagram