ખજુરભાઇનું વધુ એક સરાહનીય કાર્ય ! નીતિન જાની ગુજરાતના સુલ્તાનપુરમાં જરૂરિયાત મંદ ભાઇ-બહેનને બનાવી આપ્યુ મકાન, જુઓ વિડિઓ..

જાણીતા કલાકાર નીતિન જાનીનું વધુ એક ઉમદા કાર્ય, 25 વર્ષોથી ગામમાં પાગલની જેમ ફરી રહેલા ભાઇ-બહેન માટે કર્યુ એવું કામ કે…વીડિયો તમારુ દિલ જીતી લેશે

તૌકતે વાવાઝોડા બાદ હજારો ગુજરાતીઓ માટે ભગવાન બની ગયેલા નીતિન જાનીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, તેમણે ભલે પોતાની શરૂઆત જિગલી ખજૂર નામના કોમેડી વીડિયો દ્વારા કરી હોય, પરંતુ આજે તે પોતાના સેવાકીય કામોના કારણે આખા ગુજરાતમાં એક આગવું નામ બની ગયા છે. ત્યારે ખજુરભાઈના ચાહકો પણ તેમના કામ જોઈને તેમની પ્રસંશા કરતા થાકતા નથી. ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને લોકો માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની એક એવું નામ બની ગયા છે,

જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની એક યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. તેઓ આજે આખા ગુજરાતમાં લોકપ્રિય છે. તેઓ ફરી એકવાર તેમના કામને કારણે ચર્તામાં આવ્યા છે અને તેમણે ફરી એકવાર બધાનું દિલ જીતી લીધુ છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.

ગુજરાતમાં તેમણે અત્યાર સુધી 200થી વધુ ઘર બનાવ્યા છે અને લોકોને આશરો આપ્યો છે. ત્યારે હાલમાં ફરી એકવાર તેઓ તેમના ઉમદા કામ માટે ચર્ચામાં આવ્યા છે. તેમણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેઓ ઘર બનાવતા જોઇ શકાય છે. વીડિયોમાં તે કહે છે કે, ગુજરાતના સુલ્તાનપુરની પહેલી મહિલા વકીલ કે જે 25 વર્ષોથી ગામમાં પાગલની જેમ ફરી રહી હતી, તેમનો મોટો ભાઇ જે રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો,

તેમની એક આંખ નથી અને બીજી આંખમાં મોતિયો છે જેને કારણે તે આજે ઘરે બેઠા છે. કમાવનાર કોઇ નથી અને સાયક્લોનને કારણે બંને ભાઇ બહેનનું ઘર પડી ગયુ હતુ આ માટે તેઓ નાના રૂમમાં રહેતા હતા. દુખની વાત તો એ છે કે તેમની માસી 75 વર્ષની છે અને તેમની પણ એક આંખ નથી અને બીજી આંખમાં મોતિયો છે અને 25 વર્ષથી તે નિસ્વાર્થ ભાવે બંને વૃદ્ધ ભાઇ-બહેનને ખાવાનું બનાવી ખવડાવે છે. આને માંની મમતા જ કહેવાય.

ચાલો આમનું ઘર બનાવીએ. ઉલ્લેખનીય છે કે, નીતિન જાનીનું નામ લેતા જ તેમનો ચહેરો સામે આવી જાય. જિગલી ખજૂરના કોમેડી વીડિયોમાં નીતિન ભાઈને લોકોએ ખુબ જ નિહાળ્યા અને તેમના વીડિયો પર લોકો પેટ પકડીને હસ્યાં પણ ખરા. ત્યારે છેલ્લા થોડા વર્ષોથી નીતિન જાની કોમેડી કિંગ તરીકે નહિ પરંતુ એક મસીહા તરીકે ઓળખાવવા લાગ્યા.

Shah Jina