ખજૂરભાઈએ પીડિત પરિવાર માટે પાણીની એવી જોરદાર વ્યવસ્થા કરી આપી કે આખી જિંદગી પાણી જ નહીં ખૂટે

ખજૂરભાઈની ચારેકોર થઇ રહી છે વાહવાહ…ખજૂરભાઈએ પીડિત પરિવાર માટે પાણીની એવી ગજબની વ્યવસ્થા કરી આપી કે આખી જિંદગી પાણી જ નહીં ખૂટે

ગુજરાતના લોકો માટે મસીહા બની ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીને હવે કોઇ ઓળખાણની જરૂર નથી. તેઓ હવે એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં જાણિતુ છે. નીતિન જાની એક યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. તેઓ આજે આખા ગુજરાતમાં લોકપ્રિય છે. તેઓ ફરી એકવાર તેમના કામને કારણે ચર્તામાં આવ્યા છે અને તેમણે ફરી એકવાર બધાનું દિલ જીતી લીધુ છે.

નીતિન જાનીએ બોટાદના સરવા ગામમાં માનસિક રીતે અસ્થિર યુવકની મદદ કરી અને તેના પરિવારને ઘપ બનાવી આપી માનવતાની મિસાલ કાયમ કરી છે. બોટાદથી 30 કિલોમીટર દૂર સરવા ગામ આવેલુ છે. અહીં મહેશ અણિયાણિયા નામનો યુવક કે જે 22 વર્ષનો છે તે છેલ્લા છ એક વર્ષથી બાવળના ઝાડ નીચે કોઇ પણ ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ…તે સાકળથી બંધાઇને રહે છે. તેના પરિવારને આજ દિન સુધી કોઇએ મદદ કરી નથી.

ખેતી કરી ગુજરાન ચલાવનાર પ્રાગજીભાઇને બે દીકરા છે. એક દીકરો મહેશ જે 22 વર્ષનો છે.મહેશ છેલ્લા 6 વર્ષથી કપડા વગરની અવસ્થામાં ઝાડ સાથે બંધાયેલી હાલતમાં રહે છે, તેની માનસિક સ્થિતિ ખરાબ છે અને તેમ છત્તાં કોઇ તેઓની વ્હારે આવ્યુ નથી. જોકે, નીતિન જાની આવા સમયે મસીહા બનીને તેમની વ્હારે આવ્યા. નીતિન જાનીને આ વાતની જાણ થતા તેઓ તે છોકરા અને પરિવારને મદદ કરવા પહોંચી ગયા હતા.

ત્યાં પહોંચ્યા બાદ નીતિન જાનીએ મહેશની મુલાકાત કરી હતી અને આ દરમિયાન માનસિક રીતે સ્થિર ન હોવાને કારણે મહેશે ખજૂરભાઇ ઉર્ફે નીતિન જાની પર પથ્થર ફેકવાની પણ કોશિશ કરી હતી.જો કે તેમ છત્તાં પણ નીતિન જાનીએ તેને પાણી પીવડાવ્યુ અને તેની મદદ પણ કરી. તાત્કાલિક ધોરણે નીતિન જાની અને તેમની ટીમ દ્વારા પરિવારને રહેવા મકાન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ખજૂરભાઇએ આ પરિવારની જરૂરિયાત પૂરી પાડી હતી.

પરિવારની પાણીની જરૂરિયાતે લઇને નીતિન જાનીએ વાડીમાં બોર કરાવી આપ્યો હતો અને બોરમાં 90 ફૂટે પાણી આવતા ખજૂરભાઇ અને ટીમ સાથે સાથે પ્રાગજીભાઇના પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી. જો કે, પરિવારની મોટી ચિંતા દીકરા માટે વ્યવસ્થા થતા દૂર થઇ હતી.નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો, તેમણે પોતાના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી. તેઓ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા.

ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ લોકોને ખુબ જ મદદ કરી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે. ગુજરાતમાં તેમને 200 ઘર બનાવ્યા અને લોકોને આશરો આપ્યો, ત્યારે 200 ઘર બનાવવાની આ ખુશીની ઉજવણી કરવા માટે તે આ કામમાં સહભાગી બનેલા લોકોને લઈને 5 દિવસના દુબઇ પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

Shah Jina