ખબર

વધુ એક ફેમસ અભિનેત્રીની પોલીસે કરી ધરપકડ, 18 મે સુધી રાખવામાં આવશે પોલીસ કસ્ટડીમાં, જાણો સમગ્ર મામલો

મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કેતકી ચિતલે માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ કેતકીની મુંબઈ પોલિસે ધરપકડ કરી છે અને તેને જેલ મોકલી દેવામાં આવી છે. જો કે અમુક સામાજિક સંગઠન તેને અભિવ્યક્તિની આઝાદી જણાવીને તેની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે કે. કેતકી પર આરોપ છે કે તેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી નેતા શરદ પવાર પર આપત્તીજનક અને અપમાનજનક પોસ્ટ અપલોડ કરી છે, જેના મામલામાં કેતકી પર ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. બે કેસ મુંબઈમાં અને એક કેસ અકોલામાં દર્જ કરવામાં આવ્યો છે. કેતકી સાથે અન્ય એક વિદ્યાર્થીની પણ ધરપકડ કરવામાં આવી છે.

કેતકીએ શરદ પવાર પર આપત્તીજનક ટિપ્પણી કરી છે અને તેની સાથે અન્ય એક ફાર્મસીના વિદ્યાર્થીની પણ ધરપકડ કરી છે. કેતકીએ ફેસબુપ પેજ પર એક કવિતા પોસ્ટ કરી હતી. જેમાં તેણે 81 વર્ષના શરદ પવારને નિશાન બનાવ્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે નર્ક તમારી રાહ જોઈ રહ્યો છે અને તમે બ્રાહ્મણોને નફરત કરો છો.જો કે તેની આ પોસ્ટમાં શરદ પવારનું નામ ન હતું પણ પોસ્ટમાં ઉપનામ પવાર અને 80 વર્ષની ઉંમરનો ઉલ્લેખ ચોક્કસ હતો.કેતકીને 18 મે સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે.

કેતકીની આ વિવાદિત પોસ્ટને લીધે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ આઈપીએસ ની ધારા 500, 505(2), 153ના આધારે કેસ દર્જ કરવામાં આવ્યો છે. તેના પહેલા પણ કેતકી પર પુણે, ઠાણે અને ધુલે જિલ્લાઓમાં પણ એસીપી પ્રમુખના વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ શેર કરવાની બાબતે કેસ દર્જ કરવામાં આવી ચુક્યો છે. પુણે પોલીસના સાઈબિગ ક્રાઇમ સેલના વરિષ્ટ નિરીક્ષકે જણાવ્યું કે,”અમે અભિનેત્રીના વિરુદ્ધ અલગ અલગ ગ્રુપ્સની વચ્ચે માનહાની અને દુશમનીને બઢાવો આપવાના મામલે કેસ દર્જ કર્યો છે, આગળની જાંચ થઇ રહી છે”.

એક તરફ શરદ પવારનું કહેવું છે કે તે કેતકી ચિતલેને નથી ઓળખતા અને તેને આ પોસ્ટ વિષે કઈ જ ખબર નથી, શરદજીએ કહ્યું કે જ્યાં સુધી તે  પોસ્ટ જાતે જ ન જોઈ લે ત્યાં સુધી તે આ બાબત વિશે કઈ નહિ શકે. જયારે બીજી તરફ એનસીપી નેતાઓએ કેતકી વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. કેતકી એક અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા છે અને તેની ઉંમર 29 વર્ષ છે. તે મરાઠી ફિલ્મો તેમજ હિન્દી ટીવી શોમાં કામ કરી ચુકી છે. કેતકી એપિલેસ્પી નામની સંસ્થાની સ્થાપક પણ છે, ઇન્સ્ટા પેજ પર તેના 58,000 જેટલા ફોલોઅર્સ છે.

કેતકી ઘણીવાર પોતાના મંતવ્ય અને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટને લીધે વિવાદોમાં રહી ચુકી છે. પોતાના વિવાદિત મંતવ્યને લીધે તેના પર પહેલા પણ ઘણા કેસ દર્જ છે, અને પહેલા પણ તેની ઘણીવાર ધરપકડ કરવામાં આવી ચુકી છે. કેતકીએ પહેલા પણ વિભિન્ન ધર્મ અને સમુદાયનો ઉલ્લેખ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. જેના લીધે આંબડેકર આંદોલનના એક કાર્યકર્તાએ તેના વિરુદ્ધ નવ-બૌદ્ધ ધર્મ પર ટિપ્પણી માટે ફરિયાદ દર્જ કરાવી હતી.