આ ટીચરે 30 વર્ષોમાં 60 વિદ્યાર્થીનીઓ સાથે કર્યું ગંદુ કામ, રિટાયરમેન્ટ સમયે એક ભૂલ કરી અને પકડાઇ ગયો નરાધમ

એક શિક્ષક તેમની નિવૃત્તિ પર ફેસબુક પોસ્ટ લખે છે. ઘણા જૂના વિદ્યાર્થીઓ તેના પર શુભેચ્છાઓ અને આશીર્વાદ સાથે ટિપ્પણી કરે છે. પછી એક છોકરીની કોમેન્ટ આવે છે અને બધું બદલાઈ જાય છે. ત્યારે એ શિક્ષકની વર્ષો જૂની વાસ્તવિકતા સામે આવે છે. શિક્ષકની કાળી કરતૂત ખુલતાની સાથે જ કેસ નોંધવામાં આવે છે. શિક્ષક પર વર્ષો સુધી તેની વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો. શિક્ષક પહેલા ફરાર થઇ ગયો હતો, જો કે, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. વાત ભલે ફિલ્મી લાગે, પણ વાસ્તવિક છે.

આ મામલો કેરળના મલપ્પુરમ જિલ્લાનો છે. અહીં પોલીસે CPI(M)ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને શિક્ષક શશી કુમારની ધરપકડ કરી છે. ત્રણ દાયકા સુધી એટલે કે ત્રીસ વર્ષ સુધી તેણે વિદ્યાર્થિનીઓનું યૌન શોષણ કર્યું. અહીં છોકરીઓ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે અહીં મામલો એક-બે નહીં પરંતુ 60 છોકરીઓ સાથે સંબંધિત છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, શશીકુમાર કુમાર ઘણા વર્ષો સુધી કન્યા શાળામાં શિક્ષક હતા. તાજેતરમાં તેઓ નિવૃત્ત થયા હતા. જેને લઇને તેઓએ ફેસબુક પર પોસ્ટ શેર કરી હતી.

આ જ પોસ્ટ પર એક છોકરીએ આરોપ લગાવ્યો કે 30 વર્ષ પહેલા જ્યારે કુમાર તેના શિક્ષક હતા ત્યારે તેણે તેનું યૌન શોષણ કર્યું હતું. જો કે, ઘણી છોકરીઓએ પોતાના પર આ વીત્યાની કમેન્ટ કરી હતી. આ પછી પીડિતોએ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જ્યારે આ મામલે તપાસ શરૂ કરી તો કુમાર પહેલા ભાગી ગયો હતો. એક અઠવાડિયા પછી પોલીસે શુક્રવારે 13 મેના રોજ વાયનાડના એક હોમસ્ટેમાંથી તેની ધરપકડ કરી હતી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, કુમાર વિરુદ્ધ અત્યાર સુધીમાં લગભગ 50 છોકરીઓએ ફરિયાદ નોંધાવી છે.

‘ધ હિંદુ’ના અહેવાલમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુજીત દાસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “જો વધુ ફરિયાદીઓ આગળ આવશે અને કેસ દાખલ કરશે, તો અમે જેટલા કેસ આવશે તેટલા કેસ નોંધીશું.” પોલીસે એમ પણ કહ્યું કે હાલમાં કુમાર વિરૂદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્યાં, આ પહેલા શુક્રવાર 13 મેના રોજ ઘણા સંગઠનોએ શશીકુમાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

આ દરમિયાન તેણે પોલીસ પર તેની મદદ કરવાનો આરોપ લગાવ્યો. કેરળના શિક્ષણ મંત્રી વી. શિવંકુટ્ટીએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મંત્રીએ શાળાના અધિકારી પર લાગેલા આરોપોની તપાસના આદેશ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પીડિતોએ યૌન શોષણની ફરિયાદ કરી, ત્યારે શાળાના સત્તાવાળાઓએ તેમની જવાબદારી નિભાવી નહીં અને આ બાબતને ધ્યાનમાં લીધી નહીં.

જનરલ એજ્યુકેશન ડિરેક્ટર કે. જીવન બાબુને આ મામલાની તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના જણાવ્યા અનુસાર, 2019માં કેટલાક વિદ્યાર્થીઓએ શશીકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ શાળાના મેનેજમેન્ટે તેમની સામે કોઈ પગલાં લીધા ન હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘે વધુ ફરિયાદો સાથે મલપ્પુરમ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો હતો.

Shah Jina