ફેસબુક પર મિત્રતા અને પછી પ્રેમ, લગ્નના 7 મહીનામાં એવું તો થયુ કે 21 વર્ષિય પરિણિતાએ જીવન ટૂંકાવી લીધુ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આત્મહત્યા અને હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર પ્રેમમાં કોઇ નડતુ હોવાને કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યાં કોઇ આર્થિક મુશ્કેલીને કારણે કાં તો પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે મહિલા અથવા પુરુષ આત્મહત્યા કરી લેતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે પ્રેમમાં ફસાવી અને લગ્ન કર્યા બાદ પત્ની પાસેથી દહેજની માંગણી કરવામાં આવતી હોય છે અને આવા કિસ્સામાં જો પરિણિતા દહેજની ના પાડે તો સાસરિયા અને પતિ દ્વારા તેને પ્રતાડિત કરવામાં આવતી હોય છે, જેને કારણે મહિલા જીવન ટૂંકાવી લેતી હોય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

કેરળના ઇદાયાપુરમમં 21 વર્ષિય પરિણિતા કે જે એક લો સ્ટુડેંટ છે તેણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને લઇને પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. તેણે આત્મહત્યા પહેલા છેલ્લી નોટ પણ લખી હતી, તેમાં તેણે લખ્યુ હતુ કે, પપ્પા તમે સાચા હતા, તે સારો માણસ નથી. પરિણિતાએ તેની અંતિમ ચિઠ્ઠીમાં તેના સાસુ-સસરાને પોતાની મોતના જવાબદાર ગણાવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલ એક ખબર અનુસાર, પરિણિતાના પિતાએ જણાવ્યુ કે, તેમની દીકરીએ તેના રૂમમાં લાગેલ સીલિંગ ફેનથી લટકી આત્મહત્યા કરી લીધી, તેમની દીકરીને તેના સાસરિયા દ્વારા ઘણુ ટોર્ચર કરવામાં આવતુ હતુ. દીકરીને તેના પતિ, સસરા અને સાસુએ પ્રતાડિત કરી છે.

પરિણિતાના પિતાએ જણાવ્યુ કે, કેટલાક દિવસ પહેલા તેમની દીકરીએ અલુવાના એસપીને ફરિયાદ પણ કરી હતી, જે બાદ અલુવા પોલિસ સ્ટેશનને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જે બાદ અલુવાના સર્કિલ ઇંસ્પેક્ટર સીએલ સુધીરે બંને પક્ષોને પોલિસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને ત્યાં પોલિસ ઇંસ્પેક્ટરે તેમની દીકરીના પતિ અને તેના પરિવારનો પક્ષ લીધો, જેને કારણે તેણે નિરાશ થઇ અને ફાંસો ખાઇ લીધો.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, પરિણિતા મોફિયા અને તેના પતિ મોહમ્મદ સુહૈલની મુલાકાત ફેસબુુકથી થઇ હતી. કેટલાક દિવસ સુધી સતત વાત કરતા રહ્યા અને એકબીજા સાથે તેમને પ્રેમ થઇ ગયો. પછી આ વર્ષે તેણે એપ્રિલમાં લગ્ન કરી લીધા. મોફિયા અનુસાર, લગ્ન સમયે તેના પતિએ જણાવ્યુ હતુ કે, તે સંયુક્ત અરબ અમીરાત UAEમાં જોબ કરે છે, તે એક બ્લોગર પણ છે. પરંતુ લગ્ન બાદ તેણે કહ્યુ કે, તે મૂવી પ્રોડ્યુસર બનવા માંગતો હતો. આ માટે તેણે દહેજમાં 40 લાખ રૂપિયા માંગ્યા હતા. મોફિયા દહેજમાં વિશ્વાસ રાખતી ન હતી, જેના કારણે તેણે ના કહી દીધી. જે બાદ તેને સાસરિયા દ્વારા પ્રતાડિત કરવામાં આવતી હતી.

Shah Jina