કેરળમાં રાતોરાત કરોડપતિ બની ગયો આ ઓટોરિક્ષા ચાલક, તમે સપનામાં જોયા ન હોય તેટલા અધધધ કરોડની લોટરી લાગી

કહેવાય છે ને કે ભગવાન જબ ભી દેતા હૈ છપ્પડ ફાડ કે દેતા હૈ…કિસ્મત બદલાવામાં મોડુ નથી થતુ. આ કહેવતને એક મામલાએ સાચી કરી દીધી છે. એક ઓટો રિક્ષા ડ્રાઇવર એ સમયે ચોંકી ગયો જ્યારે તેને ખબર પડી કે તેને 25 કરોડની લોટરી લાગી છે. તેની લોન એપ્લીકેશન પાસ પણ થઇ ગઇ હતી અને એક દિવસ બાદ તેને 25 કરોડ રૂપિયાની ઓનમ બંપર લોટરી લાગી. કેરળના તિરુવનંતપુરમના શ્રીવરહમના રહેવાસી અનૂપે શનિવારના રેજ લોટરીની ટિકિટ ખરીદી હતી. અનૂપે જણાવ્યુ કે, આ તેની પહેલી ટિકિટ નહોતી.

અનૂપને તેની પહેલી ટિકિટ પસંદ નહોતી આવી અને એટલા માટે તે બીજી ટિકિટ ખરીદવા ગયો હતો. અનૂપે જણાવ્યુ કે, તેણે હવે લોટરી લાગ્યા બાદ મલેશિયા જવાનો પ્લાન કેન્સલ કરી દીધો છે. તેણે હવે બેંકને પણ કહી દીધુ છે કે તેને હવે લોન લેવાની જરૂરત નથી. અનૂપે જણાવ્યુ કે, તે છેલ્લા 22 વર્ષથી લોટરી ખરીદી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે માત્ર થોડાક રૂપિયાથી માંડીને વધુમાં વધુ 5000 રૂપિયા સુધી જીત્યો છે.

અનૂપના જણાવ્યા અનુસાર, “મને જીતવાની આશા ન હતી અને તેથી હું ટીવી પર લોટરીનાં પરિણામો પણ જોઈ રહ્યો ન હતો. જોકે, જ્યારે તેણે ફોન જોયો ત્યારે તેને વિશ્વાસ જ ન થયો કે તે લોટરી જીતી ગયો છે. તેણે તેની પત્નીને બતાવ્યું. ઓટો રિક્ષા ચાલક અનૂપે કહ્યું કે હું હજુ પણ ચિંતિત હતો. જેથી જ્યાંથી તેણે લોટરી ખરીદી હતી ત્યાંથી તેણે એજન્ટને ફોન કરીને તેની ટિકિટનો ફોટો મોકલ્યો હતો. એજન્સીએ તેઓ જીત્યા હોવાની પુષ્ટિ કરી છે. ટેક્સ બાદ હવે અનૂપને લગભગ 15 કરોડ રૂપિયા મળશે. અનૂપે કહ્યું કે તે આ પૈસાથી પહેલા પોતાનું ઘર બનાવશે અને તેનું દેવું ચૂકવશે.

આ પછી તે તેના સંબંધીઓને મદદ કરશે અને કેટલાક ચેરિટી કામ પણ કરશે અને કેરળમાં હોટલ ફિલ્ડમાં ઉતરશે. કેરળ સરકાર દર વર્ષે ઓનમના દિવસે લોટરી કાઢે છે. ગયા વર્ષે લોટરીનું વિજેતા ઈનામ 12 કરોડ રૂપિયા હતું. તે પણ ઓટો રિક્ષા ચાલકે જીત્યુ હતુ. આ વર્ષે વિજેતા ઈનામ 25 કરોડ રાખવામાં આવ્યું હતું. બીજા નંબર પર 5 કરોડ અને આ પછી 10 લોકોને 1-1 કરોડ રૂપિયા મળ્યા હતા. કેરળના નાણામંત્રી કેએન બાલાગોપાલે લકી ડ્રો દ્વારા વિજેતા લોટરી કાઢી હતી.

Shah Jina