ત્રણ બહેનોએ એક જ છોકરા સાથે કર્યા લગ્ન, અઠવાડીયામાં વારાફરથી ચાર્ટ બનાવી રહે છે પતિ સાથે

ત્રણ બહેનોએ એક જ વ્યક્તિ સાથે કર્યા લગ્ન, વ્યક્તિએ કહ્યુ- સરળ છે ત્રણેય પાર્ટનર્સને ખુશ રાખવી

ભારતીય સમાજમાં બહુપત્નીત્વ અથવા એક કરતાં વધુ પાર્ટનર સાથે સંબંધ રાખવાને ખોટું ગણવામાં આવે છે. જો કે, ઇસ્લામમાં બહુપત્નીત્વની પરવાનગી હોવા છતાં, બહુ ઓછા લોકોને એક જ સમયે એક કરતાં વધુ પત્નીઓ હોય છે. જો કે વિદેશમાં આવું નથી. એકથી વધુ પત્ની હોવાના ઘણા કિસ્સાઓ છે, પરંતુ કેન્યામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, અહીં ત્રણ સગી બહેનો એક જ વ્યક્તિના પ્રેમમાં પડી અને ત્રણેયે એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. રસપ્રદ વાત એ છે કે આ સંબંધમાં છોકરો કે ત્રણેય બહેનોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. આ લગ્નથી ચારેય ખુશ છે. મિરરના રિપોર્ટ અનુસાર, કેટ, ઈવ અને મેરી કેન્યામાં રહેતી સગી બહેનો છે.

ત્રણેય ગોસ્પેલ મ્યુઝિકનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમિયાન, કેટ સ્ટીવો નામના યુવકને મળી. આ પછી તેણે સ્ટીવોનો પરિચય તેની બહેનો સાથે પણ કરાવ્યો. આ દરમિયાન બંને બહેનો પણ પહેલી નજરમાં જ સ્ટીવોના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, ત્યારે સ્ટીવો તરફથી આવું કંઈ નહોતું. તે ફક્ત કેટને જ પસંદ કરતો હતો. સ્ટીવોએ જણાવ્યું કે જ્યારે તેણે તેની ગર્લફ્રેન્ડને કેટ સાથે પરિચય કરાવ્યો ત્યારે તેનું બ્રેકઅપ થઈ ગયું.

આ પછી તેણે કેટ સાથે સંબંધ બાંધ્યો. થોડા દિવસો પછી, કેટની બંને બહેનોએ પણ તેમનો પ્રેમ વ્યક્ત કર્યો અને તેણે ત્રણેય સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સ્ટીવોએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને ત્રણેય બહેનો સાથે લગ્ન કર્યા. હવે તે ત્રણેય સાથે રહે છે અને આ સંબંધને ખૂબ એન્જોય કરી રહ્યો છે. સ્ટીવોએ જણાવ્યું કે ત્રણેય બહેનોએ એક રૂટિન બનાવી લીધું છે

અને તે મુજબ નક્કી થાય છે કે સ્ટીવો ક્યારે કઈ બહેન સાથે રહેશે. સ્ટીવો કહે છે કે તેને એકસાથે ત્રણ પત્નીઓની જોડે રહેવામાં કોઈ સમસ્યા નથી. ત્રણેયને ખુશ રાખવા એકદમ સરળ છે. હું સોમવારે મેરી સાથે રહું છું, જ્યારે મંગળવાર કેટ અને બુધવારે ઇવ સાથે.. વીકએન્ડમાં અમે ચારેય સાથે રહીએ છીએ અને ખૂબ મજા કરીએ છીએ.

Shah Jina