ખબર

કેદારનાથમાં હેલીકૉપટર ક્રેશ થતા જ ભગવાન શિવના આટલા બધા ભક્તો મૃત્યુ પામ્યા, હિમ્મત થાય તો જોજો વિડીયો ક્લિક કરીને

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે, રોડ ઉપર અકસ્માત થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે, ત્યારે હાલ એક ખબર કેદારનાથથી સામે આવી છે જેમાં આજે બપોરે 12 વાગે એક હેલીકૉપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું છે અને તેમાં પાયલોટ સમેત 7 લોકોના દુઃખદ મોત થયા છે.

આ અકસ્માત કેદારનાથથી 2 કિમી દૂર ગરુડચટ્ટીમાં થયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું.

આ સમયે હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 7 લોકો સવાર હતા. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું. હેલિકોપ્ટર જમીન પર પડતાં જ આગની લપેટમાં આવી ગયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં ધુમ્મસના કારણે આ દુર્ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

પહેલા હેલિકોપ્ટર અથડાયું, ત્યારબાદ વિસ્ફોટ થયો. તે જ સમયે કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ખૂબ જ ઝડપથી વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું. આ પછી અમારી ઉડાન પણ બંધ થઈ ગઈ. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઉડાન હમણાં જ બંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો સવાર હતા.

પીએમ મોદીએ કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી દુઃખી છું. આ દુઃખદ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે.