આપણે સપનામાં પણ વિચારી ન શકીએ એવી વેનિટી વેન છે- વાહ જુઓ અંદરનો અદભુત નઝારો
ફિલ્મની શૂટીંગના સમયે મોટાભાગે કલાકારો આરામ કરવા માટે પોતાની વેનિટી વેનમાં જાય છે, આ વેન તેઓનું બીજું ઘર જ માનવામાં આવે છે કેમ કે આ ચાલતી ફરતી ગાડીમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. એવામાં આજે અમે તમને કૈટરીના કૈફની વેનિટી વેન સાથે રૂબરૂ કરાવશું, જે એટલી આલીશાન છે કે તેને જોઇને તમેં પણ હેરાન રહી જશો.
કૈટરીના કૈફની આ વેનિટી વેન વર્ષ 2017માં બનીને તૈયાર થઇ હતી, આ લગ્ઝરીયસ વેનને તૈયાર કરવામાં અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો.
કૈટરિનાની વેનિટી વેન ડિઝાઈનર અને ફેશન સ્ટાઇલિસ્ટ અનાઈતા શ્રોફ અને દર્શિની શાહ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી છે.
વેનિટી વેનની અંદર પ્રવેશતા જ રંગોની બહાર જોવા મળશે, કૈટરીનાએ પોતાની વેનિટી વેનની અંદર અલગ અલગ રંગોની જાંખી કરાવી છે, તેની આ કલરફુલ વેન તમારી પણ આંખો અંજાવી દેશે.
કૈટરિનાની વેનમાં મેકઅપ માટે ખાસ જગ્યા બનાવામાં આવેલી છે જેની એક બાજુએ બે ચેર વાળું ટેબલ જ્યારે બીજી તરફ આરામ કરવા માટેનો મોટો સોફો પણ છે, જ્યા કૈટરીના આરામ કરે છે.
આ સિવાય વેનમાં બેડરૂમ અને મીની કિચન અને સુંદર બાથરૂમ પણ છે. વેનમાં સુંદર ગાલીચા, ફંકી વોલ પેપર અને વેનને થોડો ફન લુક આપવા માટે વિચિત્ર પેન્ટિંગ પણ લગાવવામાં આવેલા છે.
જો કે વેનમાં જગ્યાની થોડી અછત હોય છે પણ કૈટરિનાએ વેનને એવી રીતે ડિઝાઇન કરાવ્યું છે કે તેમાં જગ્યા થોડી વધારે દેખાઈ આવે.