કેટરીના કેફ તેના ફેશન સેંસને લઇને થઇ ટ્રોલ, સ્વેટરમાં ન દેખાવાનું દેખાઈ ગયું- જુઓ ઝૂમ કરીને

ઓહો આ શું???? કેટરીનાનું સ્વેટર ધ્યાનથી જોતા જ હોંશ ઉડી જશે…

કેટરીના કેફ બી-ટાઉનની એ સેલિબ્રિટી છે જે કોઇ ફેશન ટ્રેન્ડને ફોલો કરવાની જગ્યાએ પોતાની સ્ટાઇલ જાતે પસંદ કરે છે. કેટરીના કેફના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઇને આ વાતનો અંદાજ લગાવી શકાય. તેમની વધારે તસવીરો આઉટફિટને ફ્લોન્ટ કરવાથી વધારે તેની હેપ્પી મોમેન્ટ્સને શેર કરવાની છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.

કેટરીના કેફ તેની હાલની તસવીરોને લઇને ઘણી ચર્ચામાં છે. આ તસવીરમાં કેટરીનાએ સેફટીપિન વાળું સ્વેટર પહેર્યુ છે. કેટરીનાએ ન્યુયોર્ક બેસ્ડ ફેશન ડિઝાઇનરનો ડિઝાઇન કરેલ બ્લુ અને વ્હાઇટ કલરના કોમ્બિનેશન વાળું સ્વેટર પહેર્યું છે. જેમાં સ્ટાઇલિંગ એલિમેંટ એડ કરવા માટે આગળના ભાગને ખુલ્લો છોડવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીનાએ આ સાથે ફલોલેસ બેઝ્ડ મેકઅપ સાથે શેડની લિપસ્ટિક લગાવી હતી. કેટરીના આ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. કેટરીનાએ આ સ્વેટરને જીન્સ સાથે પહેર્યુ હતું. તેણે આ સ્વેટરને સેફટી પિનની મદદથી બંને ભાગમાં પિનઅપ કર્યુ હતું કેટરીનાની આ તસવીર પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે આ તસવીરમાં કમેન્ટ કરતા લખ્યુ કે, આટલી ગરીબી આવી ગઇ છે. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, ગરીબી જુઓ સેફટી પિન લગાવી છે. તો એક અન્ય યુઝરે લખ્યુ કે, જયારે બાળપણમાં શર્ટ કે સ્વેટરના બટન તૂટી જતા હતા ત્યારે મમ્મી સેફટી પિનથી કામ ચલાવતી હતી. આજે આ આટલી મોટી ફેશન બની ગઇ.

કેટરીના એ જે સ્વેટર પહેર્યુ છે તેની કિંમત 25 હજાર આસપાસ જણાવવામાં આવી રહી છે. કેટરીનાના આ સ્વેટરને જોઇ લોકો મજાક મસ્તીમાં કમેન્ટો કરી રહ્યા છે.

કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, કેટરીના હાલ ઉદયપુરમાં ફોન બુથની શુટિંગ કરી રહી છે. ફિલ્મમાં તેના સાથે સિંદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર છે. આ બાદ તે માર્ચમાં ઇસ્તાંબુલમાં સલમાન ખાન સાથે ટાઇગર 3ની શુટિંગ શરૂ કરશે.આ સાથે જ તે સૂર્યવંશીમાં પણ જોવા મળશે.

Shah Jina