થનારા પતિ વિક્કી કૌશલના ઘરે સજી-ધજીને પહોંચી કેટરીના કૈફ, ખૂબસુરત અંદાજે જીતી લીધુ ચાહકોનું દિલ

હાલમાં બોલિવૂડમાં સૌથી વધુ જો કોઈ વાતની ચર્ચા થઈ રહી છે તો તે છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન. જ્યાં એક તરફ કેટરિનાએ પોતાની સુંદરતાથી બધાના દિલ જીતી લીધા છે તો બીજી તરફ વિક્કીએ પણ પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોનો વિશ્વાસ જીતી લીધો છે. હવે બંને જલ્દી જ એક થવા જઈ રહ્યા છે. તેમના લગ્નના સમાચાર દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યા છે. જો કે આ અંગે કપલ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેટરીના કૈફ પણ પોતાના લગ્નને મીડિયાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ કેટરીના આખો સમય મીડિયાની નજરથી બચી શકતી નથી.

ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહેલી કેટરિના કૈફ સફેદ સાડીમાં સ્પોટ થઇ હતી, જ્યાં તેને જોઈને બધાની નજર તેના પર અટકી ગઇ હતી. આ દરમિયાન કેટરિના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરીના તેના થનારા પતિને મળવા માટે ખાસ તૈયાર થઈને ઘરની બહાર નીકળી હતી. કેટરીના શરારા સ્ટાઈલની સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.

કેટરીના હંમેશા ભારતીય લુકમાં સૂટ કરે છે પરંતુ આ વખતે તેના ચહેરા પર અદ્ભુત ચમક છે. લગ્ન પહેલા જ્યારે કેટરિના કૈફ વિક્કી કૌશલના ઘરે પહોંચી ત્યારે તેની સ્ટાઈલ જોવા જેવી હતી. અહેવાલ છે કે 9 નવેમ્બરના રોજ કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન કરવા જઈ રહ્યા છે. અને 6 ડિસેમ્બરે એટલે કે સોમવારના રોજ વર-કન્યા અને તેમનો પરિવાર કિલ્લા બરવાડા જવા રવાના થશે. 7 ડિસેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. સંગીત અને મહેંદી 7 અને 8 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 9 ડિસેમ્બરે બંને ફેરા લેશે.

વિક્કી કૌશલના ઘરે કેટરીનાનું સ્પોટ થવું એ વાતની પુષ્ટિ કરી રહ્યું છે કે બંને લગ્ન કરી રહ્યા છે. કેટરીના તેના ભાવિ વરને મળવા માટે ખાસ તૈયાર થઈને ઘરની બહાર નીકળી હતી. જે તસવીરો સામે આવી છે, તેમાં તમે કેટરીનાના ચહેરાની ખુશી અને ચમક જોઈ શકો છો, હંમેશાની જેમ કેટરીના પોતાના દેશી અવતારથી દરેકના હોશ ઉડાવી રહી છે.

કજરારે નૈના, મસ્કરા, બ્લશ ગાલ, લિપ કલર તેના મેકઅપને ખાસ બનાવે છે. કેટરિનાએ તેના લાંબા વાળને મધ્યમ પાર્ટિશનમાં ખુલ્લા રાખ્યા હતા. અભિનેત્રીએ ઇયરિંગ્સ અને બંગડીઓ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો. કેટે હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. ઘરની બહાર કેટે મીડિયા સામે સ્મિત કર્યું અને ઘણા પોઝ આપ્યા.

ત્યાં, કેટરીનાની માતા ગ્રીન કલરના સલવાર સૂટમાં જોવા મળી હતી. કેટની આ તસવીરો આ સમયે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટરીનાના ચહેરા પરના લગ્નની ચમક વિશે દરેક જણ ચર્ચા કરી રહ્યા છે.

કપલના લગ્નની વાત કરીએ તો 9 નવેમ્બરે કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન કરવા જઈ રહ્યા છે. 6 ડિસેમ્બર એટલે કે આજે વર-કન્યા અને તેમનો પરિવાર કિલ્લા બરવાડા માટે રવાના થશે. 7 ડિસેમ્બરથી લગ્નના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે. 7 અને 8 ડિસેમ્બરે સંગીત અને મહેંદી યોજાશે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Shah Jina