આલિયા બાદ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફે પણ આપી ગુડ ન્યુઝ, ચાહકો સાથે પોસ્ટ કરી શેર

હાલમાં જ સોમવારના રોજ અભિનેત્રી આલિયા ભટ્ટે તેના જીવનના સૌથી ખૂબસુરત સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. આલિયાએ 14 એપ્રિલના રોજ રણબીર કપૂર સાથેની લગ્નના ત્રણ મહીનામાં જ પોતાની પ્રેગ્નેંસી એનાઉન્સમેન્ટ કરી છે. ત્યારે હવે આલિયા બાદ કેટરીના કૈફે પણ એક ગુડ ન્યુઝ શેર કરી છે. જો કે, તમે સમજી રહ્યા છો એવું કંઇ જ નથી. કેટરીના કૈફ પ્રેગ્નેટ નથી. પરંતુ બોલિવૂડની સૌથી ગોર્જિયસ અભિનેત્રી કેટરિના કૈફ ટૂંક સમયમાં જ સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવતી જોવા મળશે.

કેટરિના કૈફની ફિલ્મ ફોન ભૂત 7 ઓક્ટોબર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘ભૂલ ભૂલૈયા 2’ પછી કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની હોરર-કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટે તેમની આગામી ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

આ ફિલ્મ 7 ઓક્ટોબર 2022ના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ જ દિવસે કંગના રનૌતની તેજસ પણ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘ફોન ભૂત’નું ઓફિશિયલ પોસ્ટર શેર કરતાં નિર્માતા ફરહાન અખ્તરે ટ્વિટ કર્યું, “ફોન ભૂતની દુનિયામાં આપનું સ્વાગત છે. 7 ઓક્ટોબર, 2022ના રોજ તમારી નજીકના થિયેટરોમાં આવી રહ્યું છે.” તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તર સિવાય ફિલ્મના કલાકારોએ આ જ કેપ્શન સાથે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટરમાં કેટરિના, સિદ્ધાંત અને ઇશાનને મેચિંગ આઉટફિટ્સમાં જોઈ શકાય છે. જ્યારે આ સિવાય પોસ્ટરમાં ઘણા ભૂત પણ જોવા મળી રહ્યા છે. કેટરિના કૈફે પોસ્ટ શેર કર્યા પછી તરત જ પતિ વિક્કી કૌશલે કમેન્ટમાં ભૂત અને હાર્ટના ઇમોટિકોન્સ બનાવ્યા હતા. કેટરીના સિવાય ઇશાન ખટ્ટરે પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટર શેર કર્યુ છે. હવે ફોન ભૂત ફિલ્મ રીલિઝ થયા પછી જ ખબર પડશે કે કેટરીના શું કાર્તિક આર્યનને ટક્કર આપી શકશે ?

Shah Jina