બોલીવુડના સ્ટાર કપલમાં થોડા જ દિવસની અંદર જગ્યા બનાવી ચૂકેલા વિક્કી કૌશલ અને કેટરીના કૈફે ગત 9 ડિસ્મેબરના રોજ લગ્ન કર્યા, આ બંનેને લગ્ન રાજસ્થાનમાં યોજાયા હતા, વિક્કી અને કેટરીનાએ તેમના લગ્નના દિવસે કોઈ તસવીરો શેર નહોતી કરી, પરંતુ લગ્નની સાંજે તેમને તેમના સોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરો શેર કરી હતી. (તમામ એક્સક્યુસિવ તસવીરો: ધવલરાજસિંહ ચૌહાણ)
આ તસ્વીરોને ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી. જેના બાદ તેમને તેમના મહેંદી, પીઠી અને સંગીત સંધ્યાની પણ તસવીરો શેર કરી હતી, જેને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી, ત્યારે હાલ આ કપલ જયપુરથી પરત ફરીને મુંબઈ આવી ગયું છે, આ દરમિયાન બંનેની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.
સામે આવેલ તસવીરો અને વીડિયોમાં કેટરીના અને વિક્કી ખુબ જ સાદગી ભરેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કેટરીનાએ વિક્કીનો હાથ પકડ્યો છે અને તે ફોટોગ્રાફરને પણ પોઝ આપતા જોવા મળે છે. વિક્કી અને કેટરીના ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
કેટરિના અને વિક્કીએ ખૂબ જ ખુશી સાથે પેપરાજીનું સ્વાગત કર્યું. આ દરમિયાન કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. આછા ગુલાબી રંગના ચૂડીદાર, સેંથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, હાથમાં બંગડીઓમાં કેટરીનાના આ લુક ઉપરથી લોકો નજર નહોતા હટાવી શકતા. તો આ દરમિયાન વિકી કૌશલે ઓફ-વ્હાઈટ શર્ટ અને પેન્ટ પહેર્યું હતું.
એકબીજાને ડેટ કર્યા પછી, કપલે 9 ડિસેમ્બરના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક લક્ઝરી હોટેલમાં સાત ફેરા લીધા. આ કપલે પોતે જ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તે બાદ તેઓએ હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી હતી. કેટરીના કૈફે લગ્નની ના જોયેલી તસવીરો પણ શેર કરી છે.
View this post on Instagram
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લગ્નમાં ફક્ત 120 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ, જેમાં મોટાભાગના નજીકના પરિવારજનો સામેલ હતા. જૂની પુરાણી વિન્ટેજ કારમાં બેસીને વિક્કી જાનમાં આવ્યો હતો. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવ્યુ. તો કૈટરીના કાચની બનાવેલી રજવાડી ડોલીમાં બેસીને પરણવા આવી. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું.
આ કપલે વેડિંગ ફંક્શનની ગઇકાલના રોજ નવી તસવીરો શેર કરી હતી. જે ખૂબ જ રોમેન્ટિક હતી. હેરિટેજ સિક્સ સેન્સ ફોર્ટની ટેરેસ પર કપલનો રોમાન્સ જોઈને ચાહકોની આંખો પહોળી થઇ ગઇ છે. કેટરિના અને વિક્કીની પ્રેમથી ભરેલી આ સુંદર તસવીરો તમને તમારા પ્રિયજનોની પણ યાદ અપાવશે. આ તસવીરોમાં રોયલ કપલ પ્રેમાળ જોવા મળી રહ્યું છે. કેટરિના કૈફ પેસ્ટલ ટ્યૂલ સાડીમાં સુંદર લાગી રહી હતી. વિક્કી-કેટરિના એકસાથે આકર્ષક લાગી રહ્યા છે. એકબીજાના પ્રેમમાં ડૂબેલા વિક્કી-કેટરિનાની આ તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં કેટરીના કૈફ તેના પલ્લુને હાથમાં લઈને પોઝ આપી રહી છે અને વિક્કી કૌશલ તેની પ્રશંસા કરી રહ્યો છે.
કપલની આ તસવીર તેમના અપાર પ્રેમ અને સુંદર સંબંધની વાત કરે છે. કેટરિનાએ એક ડાયમંડ ચોકર સાથે સાડી પહેરી છે. એક તસવીરમાં વિક્કી અને કેટરિના સીડીઓમાં રોમેન્ટિક થતા જોવા મળી રહ્યા છે. વિક્કી કૌશલ કેટરિનાને કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો. ગુલાબની પાંખડીઓ આસપાસ પથરાયેલી છે. કપલની આ તસવીરો પર ફેન્સ અને સેલેબ્સની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.કેટરિના કૈફની આ સુંદર સાડી બીજા કોઈએ નહીં પણ સબ્યસાચીએ ડિઝાઈન કરી છે. કેટરીના માટે વિન્ટેજ ઇન્સ્પાયર કોચર સાડી સબ્યસાચીએ ડિઝાઇન કરી.
કેટરીનાની આ સાડીમાં સૌથી ખાસ વાત છે પાછળનો પલ્લૂ. તે સિલુએટેડ જેવું વેડિંગ ગાઉન છે. સાડીમાં હેન્ડકટ ઈંગ્લિશ ફ્લાવર, જેમ્સ અને ક્રાઈસ્ટ એમ્બ્રોઈડરી છે. આ સાડી 40 કલાકારોએ 1800 કલાકમાં તૈયાર કરી છે. વિક્કીએ સિલ્ક એમ્બ્રોઇડરીવાળી શેરવાની સાથે મેચિંગ ચૂડીદાર પહેર્યો હતો.સબ્યસાચીએ વિક્કીનો આઉટફિટ પણ ડિઝાઇન કર્યો હતો.