“ધ કાશ્મીર ફાઇલ્સ”ને લઈને મૌલાનાએ કહ્યું, “આ ફિલ્મ બંધ થવી જોઈએ, અમને મિટાવવા માંગો છો પોતે ખતમ થઇ જશો !” જુઓ વીડિયો

સુપર હિટ ફિલ્મ પર મૌલાનાના બગડ્યા, ભડકાઉ ભાષણનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશભરમાં હાલ “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મને લઈને જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે,આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર પણ જોરદાર કમાણી કરી લીધી છે, તો મોટા પ્રમાણમાં હજુ પણ આ ફિલ્મ જોવા માટે લોકો જઈ રહ્યા છે, આ ફિલ્મની અંદર કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યચાર, તેમની હત્યા અને તેમની હિજરતની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મને લઈને એક મોટો વર્ગ જ્યાં ફિલ્મની પ્રસંશા કરી રહ્યો છે ત્યાં ઘણા લોકો આ ફિલ્મ વિશે એક અલગ જ વાત કહેતા જોવા મળી રહ્યા છે.

ત્યારે હાલ રાજૌરીની એક મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ મૌલવીના ઉશ્કેરણીજનક ભાષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ મૌલવીના ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે. વાયરલ વીડિયોમાં મૌલવી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને બે ધર્મો વચ્ચે તણાવ વધારતી ફિલ્મ કહેતા જોવા મળે છે.

આ ભાષણમાં મૌલવી કેટલીક ઉશ્કેરણીજનક વાતો પણ કહી રહ્યા છે. વાયરલ વીડિયો શુક્રવારનો જણાવવામાં આવી રહ્યો છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ તેને પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. મૌલવી કહે છે કે આ ફિલ્મમાં મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે, તે તેની નિંદા કરે છે.

તે આગળ એમ પણ કહી રહ્યા છે કે ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. લગભગ 40 સેકન્ડના વીડિયોમાં મૌલવી કહી રહ્યા છે, ‘આ ફિલ્મ બંધ થવી જોઈએ. અમે શાંતિ પ્રેમી લોકો છીએ. અમે આ દેશ પર આઠસો વર્ષ શાસન કર્યું છે. તમે 70 વર્ષથી રાજ કરો છો, તમે અમારી નિશાની ભૂંસવા માંગો છો, તમે ખોવાઈ જશો, પણ કલમો પઢવા વાળા ભૂંસાઈ નહીં જાય.

આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાશ્મીરી પંડિતોના હિજરત અને અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદ ચાલુ છે. એક તરફ તેને લોકો તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ કેટલાક લોકો તેનો વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હાલ આ વીડિયોને લઈને પણ લોકોમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે.

Niraj Patel