રસ્તા ઉપર સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતો જોવા મળ્યો કાર્તિક આર્યન, ગાડી ઉપર ચઢતા જ ચાહકોએ વગાડી સીટીઓ, જુઓ વીડિયો

બોલીવુડના કલાકારો લાઇમલાઇટમાં રહેવા માટે કંઈપણ કરતા હોય છે, તેમની ફિલ્મના પ્રમોશન માટે પણ તેઓ હંમેશા ચાહકોની વચ્ચે જઇને કંઈક અવનવું કરતા હોય છે, પરંતુ હાલ આવેલી ફિલ્મ “ભૂલ ભુલૈયા 2″ના અભિનેતા કાર્તિક આર્યને જે કર્યું તે જોઈને ચાહકો પણ તેમના હોશ ખોઈ બેઠા હતા.

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ની સફળતા પહેલા જ અભિનેતા કાર્તિક આર્યનના ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વએ તેને લોકોમાં સુપરસ્ટાર બનાવી દીધો હતો અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ થયા બાદ તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો. તેણે ચાહકોમાં ફિલ્મનો પ્રચાર કર્યો એટલું જ નહીં, તેની શાનદાર સફળતા પછી પણ અભિનેતામાં નમ્રતા છે જે તેને ચાહકોની વધુ નજીક લઈ જાય છે. તાજેતરમાં, અભિનેતા સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતો જોવા મળ્યો હતો, જેના પછી ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

કાર્તિક આર્યન તાજેતરમાં જુહુના એક સ્ટોલ પર સ્ટ્રીટ ફૂડનો સ્વાદ લેતો જોવા મળ્યો હતો અને તેની સાથે ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’નો કો-સ્ટાર સની સિંહ પણ હતો. આ દરમિયાન બંને સામાન્ય માણસની જેમ ખૂબ જ આરામદાયક જોવા મળ્યા હતા. ખાણીપીણીની સાથે કાર્તિકે સાદગી સાથે ચાહકો સાથે સેલ્ફી પણ ક્લિક કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ચાહકો કાર્તિક આર્યનની પ્રશંસાના પુલ બાંધતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે પોતાનો જવાબ આપ્યો અને લખ્યું, ‘તમે જે પણ કહો, વ્યક્તિ જમીન સાથે જોડાયેલ છે, સફળતાને તેને માથા ઉપર નથી ચઢાવી.” તો હાલમાં જ અભિનેતા તેના ઘરની બહાર કેટલાક નાના ચાહકો સાથે વાતચીત કરતા એક વીડિયોમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હવે કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે વધુ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પોતાની કાર પર ઉભો જોવા મળી રહ્યો છે, જ્યારે મોટી સંખ્યામાં ચાહકો તેની કારને ઘેરી વળેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ચાહકો કાર્તિક માટે સીટી વગાડતા સાંભળી શકાય છે. કાર્તિક પણ ચાહકોને હાથ મિલાવીને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. કાર્તિકે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભૂલ ભુલૈયા 2નું પાંચમું અઠવાડિયું ખરેખર જોરદાર ચાલી રહ્યું છે. હું આ પ્રેમ માટે જીવું છું.’

Niraj Patel