એક માતાએ પોતાની પુત્રી સાથે કર્યો આપઘાત, કારણ બીજા લગ્ન પછી પહેલા પતિ….હૃદય કંપારી દે તેવી ઘટના

હૃદયદ્રાવક કિસ્સો: માતાએ પરી જેવી દીકરીને મારી નાખી, કારણ જાણશો તો ફટકાર લગાવશો

કહેવાય છે કે એક માતા માટે તેનું સંતાન સર્વોપરી હોય છે. પરંતુ ઘણા એવા હૃદયદ્રાવક કિસ્સા સામે આવે છે જેમાં માતા પોતાના બાળક સાથે જ મોતને વહાલું કરે છે. પોતે કોઈ મજબૂરી કે કોઈ દુઃખના કારણે મોતને વહાલું કરવાનો વિચાર કરે છે અને સાથે તેનું બાળક પણ આ દુનિયામાં ખુશ નહીં રહી શકે એ વિચારે આપઘાત જેવા પગલાં પણ ભરતા હોય છે.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કર્ણાટકમાંથી. ત્યાંના હસન જિલ્લામાં એક માતાએ પોતાની દીકરી સાથે મોતને વહાલું કર્યું છે. આ આપઘાત કરવા પાછળનું કારણ તેના બીજા લગ્ન છતાં પણ પહેલા પતિને ના ભુલાવી શકવાનું હતું. આ મહિલાના લગ્ન 4 દિવસ પહેલા જ થયા હતા અને લગ્નના ચાર દિવસ બાદ જ તેને મોતને વહાલું કરી લીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્ર્જ્વલા નામની 26 વર્ષીય મહિલાએ રાજેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને એક દીકરી પણ હતી. ત્રણેય પોતાનું સુખી લગ્ન જીવન જીવી રહ્યા હતા પરંતુ કાળને કંઈક બીજું જ મંજુર હતું. પતિ રાજેન્દ્રનું એક અકસ્માતમાં મોત નીપજ્યું. જેના બાદ પ્ર્જ્વલા ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

આ ઘટના બાદ પ્ર્જ્વલા વિધવા તરીકેનું જીવન જીવી રહી હતી. પરંતુ આ સમયમાં જ તેના જીવનમાં મોહન નામની વ્યક્તિ આવી અને તેને લગ્નનો પ્રસ્તાવ પ્ર્જ્વલા પાસે મુક્યો. તેના માતા પિતાએ પણ દીકરીને સહારો મળી રહે તે માટે થઈને પ્ર્જ્વલાના બીજા લગ્ન કરાવી દીધા. પરંતુ પ્ર્જ્વલા પોતાના પહેલા પતિ અને તેના પ્રેમને ભૂલી ના શકી અને દીકરી સાથે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

જયારે પ્ર્જ્વલાનો બીજો પતિ ઘરે આવ્યો ત્યારે તેને પત્ની અને તેની દીકરીને ગળે ફાંસો હાલતમાં જોયા અને તે પણ આઘાતમાં સરી પડ્યો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel