પોલીસે પાડેલી રેડમાં આ બધા કરોડોપતિ સેલિબ્રિટી ઝપટે ચડ્યા, જુઓ તસ્વીરો
મુંબઈના એરપોર્ટ પાસે આવેલી હોટલ મેરિયટના ક્લબમાં કોરોના નિયમો તોડવા ઉપર ગાયક ગુરુ રંધાવા અને સુજૈન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દો હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારે ધરપકડ પહેલા તે બંને અભિનેત્રી કરિશ્મા તન્નાના જન્મ દિવસની પાર્ટીમાં જોવા મળ્યા હતા, જેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

કરિશ્મા તન્નાના જન્મ દિવસની પાર્ટી બાંદ્રાની અંદર કોઈ ફેમેલી ફ્રેન્ડના ઘરે યોજવામાં આવી હતી. આ પાર્ટીની અંદર ગુરુ રંધાવા પણ પહોંચ્યો હતો તે કાળા રંગના કપડાંની અંદર ખબરપત્રીઓને પોઝ આપતા જોવા મળ્યો હતો.

તો આ ઉપરાંત સુજૈન ખાન પણ કરિશ્મા તન્નાની પાર્ટી વેન્યુ બહાર જોવા મળી હતી. તેને પણ બ્લેક ક્રોપ ટોપ અને બેલ્ક ઓરેન્જ ચેક પેટર્ન પેન્સિલ સ્કર્ટ પહેર્યો હતો.

પ્રખ્યાત ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એકતા કપૂર પણ કરિશ્મા તન્નાની પાર્ટીમાં જોવા મળી હતી. તેને નેવી બ્લુ ડ્રેસ પહેર્યો હતો. પાર્ટી વેન્યુ બહાર તે સેલેબ્સને મળતા અને ખબરપત્રીઓને પોઝ આપતા જોવા મળી હતી.

તો બોલીવુડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ કરિશ્માના જન્મ દિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. તેને બ્લેક ટી શર્ટ, ડેનિમ જેકેટ પહેર્યું હતું. આ ઉપરાંત ખબરપત્રીઓને પોઝ આવા દરમિયાન માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

અભિનેત્રી રીધ્ધીમા પંડિત પણ કરિશ્માના જન્મ દિવસની પાર્ટીમાં જોવા મળી હતી. તે એકતા કપૂર સાથે પણ જોવા મળી હતી. બંને પાર્ટી લોકેશનની બહાર એકસાથે જોવા મળી હતી.

હર્લિન શેટ્ટી પણ જન્મ દિવસની પાર્ટીમાં જોવા મળી હતી. તે ખુબ જ કેઝ્યુઅલ કપડામાં જોવા મળી હતી. તેને ગ્રે ટીશર્ટ અને લેધર જેકેટ ઉપરાંત વેલ્વેટ પેન્ટ પહેર્યું હતું.

અભિનેત્રી ડેઝી શાહ પણ કરિશ્મા તન્નાને તેના જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે પહોંચી ગઈ હતી. આ દરમિયાન ડેઝીએ ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો.

બોલીવુડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ પાર્ટી વેન્યુની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. આ બ્લેક ડ્રેસ સાથે તેને સફેદ સ્નીકર્સ કેરી કર્યા હતા.

આપરશક્તિ ખુરાના પણ પોતાની પત્ની આકૃતિ ખુરાના સાથે કરિશ્માના જન્મ દિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા. બંનેએ ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા.
View this post on Instagram