બોલીવુડની અભિનેત્રી અને સૈફ અલી ખાનની પત્ની બેગમ કરીના કપૂર ખાન હાલ તેના પુસ્તક “પપ્રેગ્નેન્સી બાઇબલ”ને લઈને ખુબ જ ચર્ચામાં છે. કરીના કપૂર ખાને આ પુસ્તકની અંદર ઘણા જ ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે, ત્યારે હવે કરીના કપૂરના પતિ સૈફ અલી ખાને પણ કરીનાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
માતા બન્યા પહેલા કરીના કપૂરને દરેક છોકરીની જેમ એ વાતનો દર હતો કે પ્રેગ્નેન્સી બાદ તેનું ફિગર બદલાઈ જશે અને તેની અસર તેના કેરિયર ઉપર પણ પડી શકે છે. સૈફ અલી ખાને હાલમાં જ આ વાતનો ખુલાસી કર્યો છે આખરે શા કારણે બીલીવુડમાં મહિલાઓ માટે ચેલેન્જ પુરુષો કરતા અલગ હોય છે.
સામાન્ય છોકરી હોય કે પછી કોઈ સેલેબ્રીટી. માતા બનવું કોઈ માટે સરળ નથી હોતું. કરીના કપૂર ખાનને પણ એ ચિંતા હતી કે લગ્ન પછી તેના ફિગરમાં બદલાવ આવી શકે છે. સૈફ અલી ખાને જણાવ્યું કે કેવી રીતે મહિલાઓને લગ્ન અને ફેમેલી પ્લાનિંગને લઈને નિર્ણય લેવા પડે છે. કારણ કે તેનો સંબંધ સંપૂર્ણ રીતે તેમના કેરિયર સાથે જોડાયેલો હોય છે.
સૈફ અલી ખાને કરીના કપૂરની પ્રેગ્નેન્સીને યાદ કરતા જણાવ્યું હતું કે કરીનાએ સેરોગેસીનો વિકલ્પ પણ પસંદ કર્યો હતો. તેને જણાવ્યું કે જયારે કરીનાએ ડેટિંગ શરૂ કરી હતી ત્યારે તેની સાઈઝ જીરો હતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કામ પણ સારું મળી રહ્યું હતું. એવામાં જો તેને પ્રેગ્નેન્ટ થવાનો નિર્ણય કર્યો તો કરીના આ વસ્તુઓને લઈને હેરાન રહેતી હતી કારણ કે તેનાથી તેના કેરિયર ઉપર અસર પડી શકતી હતી.
સૈફ અલી ખાને આગળ જણાવ્યું કે “જયારે પહેલીવાર મેં તેની સાથે બાળક વિશે વાત કરી ત્યારે તે જરા હેરાન રહી ગઈ હતી અને કહ્યું હતું કે કદાચ તે સેરોગેસી તરફ વળે. પરંતુ પછી તેને આ વાતનો અનુભવ થયો કે જીવનમાં દરેક વસ્તુ માટે 100 ટકા આપવા પડે છે અને જયારે કરીનાએ મન બનાવી લીધું ત્યારે કોઈ તકલીફ ના થઇ.
તમને જાણવી દઈએ કે કરીના અને સૈફે એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું અને ત્યારબાદ 16 ઓક્ટોબર 2012માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ કરીનાએ પોતાના મોટા દીકરા તૈમુરને જન્મ આપ્યો અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને પોતાના નાના દીકરા જહાંગીરને જન્મ આપ્યો.