મહેબૂબ સ્ટુડિયો પહોંચી કરીના કપૂર ખાન, બીજી ડિલીવરી બાદ થઇ રહી છે આ વાતની ચર્ચા

કરીના ખાન બે-બે બાળકને જન્મ આપ્યા પછી આવી દેખાઈ રહી છે, મેકઅપ વગરની તસવીરો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા- જુઓ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તેને ઘણીવાર પેપરાજી દ્વારા સ્પોટ પણ કરવામાં આવે છે અને તે દરમિયાનનો તેનો લુક સોશિયલ મીડિયા પર છવાઇ જતો હોય છે. કરીના તેના પ્રેગ્નેંસી સમયે ખૂબ જ ચર્ચામાં રહેતી હતી. તે તેના લુકને લઇને તો અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાતી રહે છે.

હાલમાં જ કરીના કપૂર ખાનને મુંબઇમાં પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. કરીના કપૂરની આ દરમિયાનની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ દરમિયાન કરીનાએ પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા હતા અને તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી. કરીના કપૂરની આ તસવીરો ત્યારની છે જયારે તે મહેબૂબ સ્ટુડિયો પહોંચી હતી. આ દરમિયાન કરીના કપૂરના પોસ્ટ પ્રેગ્નેંસી ગ્લોની ખૂબ ચર્ચા થઇ રહી છે. કરીનાનો ચહેરો ખૂબ જ શાઇન કરી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર તેના બીજા દીકરા જેહના જન્મ બાદ હવે વર્કફ્રંટ પર વાપસી કરી રહી છે. ઘણા ઓછા સમયમાં કરીનાએ તેની ફેટ લૂઝ કરી દીધી છે જો કે, બીજીવાર પ્રેગ્નેંસી બાદ કરીના વેટ લૂઝ કરવામાં જલ્દી નથી કરી રહી.

કરીનાની આ દરમિયાનની સામે આવેલ તસવીરોમાં જોઇ શકાય છે કે, તે ઘણી ખુશ જોવા મળી રહી છે. તેણે કેઝયુઅલ આઉટફિટ કેરી કર્યો છે અને નો મેકઅપ લુક સાથે તેણે તેના વાળને પોની ટેલ કર્યા છે. તેણે આ લુક સાથે શુઝ કેરી કર્યા છે.

કરીનાએ નવા વીકની શરૂઆત ખૂબ જ સ્ટનિંગ અવતારમાં કરી હતી. કરીનાને મુંબઇમાં ક્લાસી અવતારમાં સ્પોટ કરવામાં આવી હતી. કરીના એક 5 સ્ટાર હોટલ બહાર અલગ જ લુકમાં સ્પોટ થઇ હતી. કરીનાએ આ દરમિયાન રેડ બ્લેઝર, મેચિંગ પેંટ્સ અને વ્હાઇટ ટોપ પહેર્યુ હતુ. કોરોનાથી બચવા માટે કરીનાએ વ્હાઇટ માસ્ક લગાવ્યુ હતુ અને તે બોસ લેડી લુકમાં કરીના કહેર વરસાવી રહી હતી.

તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા. તે અહીં કોઇ શુટ માટે પહોંચી હતી. કરીનાએ આ બોસ લેડી લુકની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીર શેર કરી હતી. કરીનાનો ગ્લેમરસ મેકઅપ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.

કરીનાનો આ લુકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કરીના બીજીવાર માતા બન્યા બાદ મેટરનીટી બ્રેકથી કામ પર આવી ગઇ છે. હાલમાં જ તેણે તેની બહેન અને અભિનેત્રી લોલો એટલે કે કરિશ્મા કપૂર સાથે એક મિસ્ટ્રી પ્રોજેક્ટનુ શુટિંગ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, કરીના આ વર્ષે જ ફેબ્રુઆરીમાં તેના બીજા દિકરાની માતા બની છે. આ પહેલા સૈફ અને કરીનાને એક દીકરો છે. જેનું નામ તૈમુર અલી ખાન છે અને હવે તે બીજા દીકરાના પણ પેરેન્ટ્સ પણ બની ગયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. છેલ્લી વાર તે વર્ષ 2020માં અંગ્રેજી મીડિયમમાં જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina
error: Unable To Copy Protected Content!