ખબર મનોરંજન

હું માસ્ક નહીં ઉતારું- જયારે પ્રેગ્નેન્સીમાં મીડિયાની સામે માસ્ક હટાવવાથી ડરી કરીના કપૂર ખાન

બોલીવુડની બેબો કરીના કપૂર ખાન હાલ તો તેની બીજી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. કરીના હાલ તેની પ્રેગ્નેન્સીનો ખ્યાલ રાખી રહી છે. આ સાથે જ તે કામ પણ કરી રહી છે. કરીના કપૂરએ તેના રેડિયો શો, વોટ વુમન વોન્ટની નવી સીઝન શરૂ કરી દીધી છે. કરીના એક એપિસોડ રેકોર્ડ માટે સ્ટુડિયોમાં હતી. આ દરમિયાન તે મીડિયાને પોઝ આપી રહી હતી.

Image source

કરીના કયારે પણ તેની ફેશન સેન્સથી ફેન્સને નિરાશ નથી કરતી. કરીનાએ બીજી પ્રેગ્નેન્સી દરમિયાન પણ રેડિયો ચેટ શોની નવી સીઝનનું શુટીંગ કર્યું છે. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. લુકની વાત કરવામાં આવે તો, બેબો વ્હાઇટ પેસ્ટલ બ્લુ ડ્રેસમાં સ્ટાઇલિશ લાગે છે. તસવીરોમાં કરિનાનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

Image source

કરીનાએ ડ્રેસની સાથે ઇયરિંગ્સ પણ પહેરી હતી અને ખુલ્લા વાળથી લુક પૂરો કર્યો હતો. કરીના મીડિયાની સામે સ્ટાઇલિશ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. આ દરમિયાન ફોટોગ્રાફરે પોઝ આપવાનું કહ્યું તો નિરાશ કર્યા ના હતા. પરંતુ જયારે ફોટોગ્રાફરે કરીનાને ફેસ પરથી માસ્ક હટાવવાનું કહ્યું ત્યારે કરીના એ કહ્યું હતું કે, હું માસ્ક નહીં ઉતારું, તમે લોકોએ માસ્ક નથી પહેર્યું.

Image source

આ વિડીયો વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કરીના જયારે વેનિટી વૈનમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે આ દરમિયાન તેને ફેસ માસ્ક પહેર્યું હતું. ફોટોગ્રાફર સામે તસ્વીર ક્લિક કરાવ્યા બાદ કરીનાને જોયું કે ઘણા લોકોએ માસ્ક પહેર્યા ના હતા. તે સમયે કરીનાને કહેવામાં આવ્યું કે, તે માસ્ક હટાવીને પોઝ આપે. તે સમયે બેબોએ કહ્યું હતું કે, તમે બધા છો હું માસ્ક નહીં ઉતારું.

Image source

આ પછી કરીનાએ બધાને કહ્યું કે તમે લોકો પણ માસ્ક પહેરો. કેટલાક ફોટોગ્રાફરોએ કહ્યું કે અમે મેડમથી દૂર ઉભા છીએ.કરીનાના કહેવા પર ફોટોગ્રાફરે માસ્ક પહેરી લીધા હતા. જે બાદ જ કરીનાએ માસ્ક ઉતારીને તસ્વીર ખેંચાવી હતી.

Image source

અમને જણાવી દઈએ કે જ્યારે અનલોકની જાહેરાત રવામાં આવી હતી, ત્યારે કરીના પતિ સૈફ અને તૈમૂર સાથે દિલ્હી આવી હતી. અહીં તેણે આમિર ખાન સાથે તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું બાકીનું શૂટિંગ પૂર્ણ કર્યું. તે હોલીવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની રીમેક છે. આ ફિલ્મ આવતા વર્ષે નાતાલ પર રીલીઝ થશે.

Image source

અભિનેત્રીએ તાજેતરમાં પતિ સૈફ અલી ખાનની બીજી વાર ગર્ભાવસ્થા અંગેની પ્રતિક્રિયા વિશે વાત કરી હતી. કરીનાએ કહ્યું કે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. કરીના કહે છે, ‘દુર્ભાગ્યે મારા ઘરમાં એવું કંઈ નથી. કારણ કે સૈફ ખૂબ સામાન્ય અને રિલેક્સ્ડ વ્યક્તિ છે. તેઆ વાત સાંભળીને તે ખુશ થયો. મેં કહ્યું તેમ, તે અગાઉથી કોઈ યોજના નહોતી પરંતુ તે એવી વસ્તુ હતી જે આપણે ખરેખર જોઈતી હતી. ‘

Image source