કરીના અને સૈફના બીજા છોકરાના આવા નામ પર થઇ બબાલ, લોકો બોલ્યા- હવે આવશે તે ઔરંગજેબ કે બાબર’

ગંદી રીતે ટ્રોલ થઇ કરીના ખાન, યુઝર બોલ્યા-‘સૈફ મુઘલ શાસકોની ટીમ…’ – જુઓ PHOTOS

કરીના કપૂર અને સેફ અલી ખાન તેમના છોકરાના નામના કારણે ફરી એક વાર ચાહકોના નિશાના પર છે. પહેલાના છોકરાનું નામ તૈમુરથી ટ્રોલ થઇ ચૂકેલ આ સ્ટાર કપલ હવે બીજા છોકરાના નામને લઈને ચર્ચામાં છે..

બીજા છોકરાના જન્મના ઘણા સમય પછી કરીના કપૂરે હવે લાઈવ ચેટ ઉપર કહ્યું હતું કે તેના છોકરાનું  નામ જહાંગીર અલી ખાન રાખ્યું છે. તૈમુરના નામ પર બંને એક્ટર્સનું નાક-દમ કરવા વાળા ચાહકો અને એવામાં બીજા છોકરાનું નામ જહાંગીર સાંભળીને વધારે ભડકી ગયા છે. ટ્વિટર પર કરીના અને સૈફના આ નિર્ણયથી ઘણા બધા મેમ્સ વાયરલ થઇ રહ્યા છે. 

કરીનાની નવી બુક ‘પ્રેગ્નેન્સી બાઇબલ’ના પ્રમોશન લઈને કરીનાએ કરણ જોહરની સાથે લાઈવ ચેટ કરી હતી. તે દરમ્યાન કરીનાએ તેની પ્રેગ્નેન્સીને લઈને ઘણા રાઝ ખોલ્યા હતા. લોકો ત્યારે ગુસ્સે થયા જયારે કરીનાએ તેના બીજા છોકરાના નામ કહ્યું હતું.

આ બુકથી ખુલાસો થયો કે કરીનાએ બીજા છોકરાનું નામ મુગલ શાસક જહાંગીરના નામ પરથી છે. ‘કરીના કપૂર ખાન્સ પ્રેગ્નેન્સી બાઇબલ’માં કરીનાએ તેના બીજા છોકરાનું નામ ‘જહાંગીર’ બતાવ્યું છે. જેના પછી તેના બીજા છોકરાનું નામ પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમના છોકરાનું નામ ખુબ જ ચર્ચામાં છે.

તૈમુરની જેમ જ જહાંગીર નામ પણ લોકોને બિલકુલ પસંદ આવ્યું નથી. આ વાત ટ્વિટર પર ચાલી રહેલા ટ્રેન્ડથી ખબર પડી શકે છે. ટ્વિટર પર તેમના બીજા છોકરીના નામને લઈને સૈફ અને કરીના ટ્રેન્ડ કરી રહ્યા છે. યુઝર, જહાંગીર નામ પર ભડકી ગયા છે.  કેટલાકે તો એટલું કહી દીધું કે તેમને હવે જે છોકરો આવે એનું નામ ‘ઔરંગજેબ’ કે પછી ‘બાબર’ રાખવું જોઈએ. કેમકે બંનેની ઓળખ ક્રૂર શાસકોની રીતે દેખવામાં આવે છે.

જણાવી ડીએ કે કરીના કપૂર ખાને તેની બીજી પ્રેગ્નેન્સીનું એલાન કર્યું હતું ત્યારથી જ બીજા છોકરાના નામને લઈને ચર્ચા શરુ થઇ ગઈ હતી. એવામાં સોશિયલ મીડિયા પર સેલેબ્રિટી કપલના બીજા છોકરાનું નામ લઈને ટ્રોલિંગ કરવાનું શરુ કરી દીધું છે. જોકે સૈફ અને કરીનાને આ બધાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ સમય-સમય પર ટ્રોલ્સને જવાબ આપવાનું પણ નથી ભૂલતા.

Tweet 1

Tweet 2

Tweet 3

Tweet 4

Tweet 5

આખરે કોણ હતો જહાંગીર?

જહાંગીર મુઘલ સમ્રાજ્યનો ચોથો સમ્રાટ હતો. તેના પિતા અકબર હતા. અને તેનું સાચું નામ સલીમ હતું. જોકે તેને શહેનશાહ જહાંગીરના નામથી ઓળખવામાં આવે છે. તેનો જન્મ 30 ઓગસ્ટ, 1569માં થયો હતો. તેમને 22 વર્ષ સુધી આપણા દેશ પર શાસન કર્યું હતું. જહાંગીર અંગે કહેવાય છે કે તે ક્યારેક ક્રૂર તો ક્યારેક દરિયાદિલ પણ હતો. જહાંગીરે શીખ ગુરુ અર્જુન દેવને મોતની સજા આપી હતી.

Patel Meet