દરિયા કિનારે રોમાન્ટિક થયો સૈફ અલી ખાન, બેગમ કરીના કપૂરને કરી કિસ, તસવીરો થઇ વાયરલ, જુઓ

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેમિલીની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. આ દિવસોમાં કરીના પતિ સૈફ અલી ખાન સાથે ઈંગ્લેન્ડમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે અને અહીંથી અભિનેત્રીએ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરીના અને સૈફ અલી ખાન રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે. બંનેની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

કરીના કપૂરે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે અને સૈફ અલી ખાન રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. પ્રથમ તસવીરમાં કરીના સેલ્ફી લઈ રહી છે અને સૈફ મોઢું ખોલીને ઉભો છે. બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. બીજી તસવીરમાં સૈફ તેની પ્રેમાળ પત્નીને કિસ કરી રહ્યો છે. છેલ્લી તસવીરમાં કરીના એકલી છે અને તેના વાળ હવાને કારણે લહેરાઇ રહ્યા છે. તસ્વીરોમાં કરીના નો મેકઅપ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે. બંનેની આ તસવીરો દરિયા કિનારાની છે.

આ તસવીરો સાથે કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘બીચ પર જેકેટ… અને એક ચુંબન… ધ ઈંગ્લિશ ચેનલ… શું ઈંગ્લેન્ડમાં ઉનાળો છે?’ કરીના અને સૈફની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારું ફેવરિટ કપલ.’ બીજાએ લખ્યું, ‘મારી પ્રિય છોકરી.’ આ સિવાય ઘણા ચાહકોએ આ તસવીરો પર હાર્ટ અને ફાયર ઇમોજીસ મોકલ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના સાથે આમિર ખાન જોવા મળશે. આ ફિલ્મમાં આમિર સરદારની ભૂમિકા ભજવી રહ્યો છે અને ફિલ્મ 11મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ સાથે ટકરાશે. આ ફિલ્મ પણ એ જ દિવસે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં, હવે ચાહકો બંને ફિલ્મો વચ્ચેની ટક્કર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

કરીના કપૂર છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત છે. જોકે, તે કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહી ન હતી પરંતુ કોમર્શિયલ એડમાં વ્યસ્ત હતી. તાજેતરમાં, તેણે એવો સંકેત પણ આપ્યો હતો કે તે રજા પર જઈ રહી છે. તમને જણાવી દઈએ કે કપલ તેમના પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથે ગયા મહિને બ્રિટનમાં રજાઓ ગાળવા લંડન પહોંચ્યા હતા. શનિવારે કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે જહાંગીરને ગળે લગાવતી જોવા મળી હતી.

Niraj Patel