બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો સાથે હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી. ત્યારે હાલ સૈફ કરીના બાળકો સાથે વેકેશન એન્જોય કરી રહ્યા છે. કરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરો જોઇ લાગી રહ્યુ છે કે, અભિનેત્રી પરિવાર સાથે બીચ વેકેશન પર છે અને તે ત્યાં ઘણુ એન્જોય કરી રહી છે.
તમને જણાવી દઇએ કે, આ મહીને જ 21 સપ્ટેમ્બરના રોજ બેબોનો જન્મદિવસ છે. એવામાં તે પરિવાર સાથે આ દિવસને ખાસ બનાવવા માટે અહીં પહોંચી છે. કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ગુરુવારના રોજ કેટલીક તસવીર શેર કરી હતી, જેમાં તે એક સમુદ્ર કિનારે મોટી કેપ લગાવી અને નિયોન ટોપમાં જોવા મળી રહી હતી. તસવીરમાં તેણે કેપથી તેનો ચહેરો છૂપાવી રાખ્યો હતો અને તેણે લખ્યુ હતુ કે, Who Dat.
કરીના કપૂર 21 સપ્ટેમ્બરના રોજ 41 વર્ષની થઇ જશે અને એવું લાગી રહ્યુ છે કે, તે પતિ સૈફ અને બંને બાળકો તૈમુર અને જહાંગીર સાથે વેકેશન વચ્ચે બીચ પર જ જન્મદિવસ મનાવવાના મૂડમાં છે. કરીનાએ ઇન્સ્ટા સ્ટોરી પર બીજી એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે વેકેશન વ્યુ અને આરામ ફરમાવતા એક તસવીર શેર કરી હતી, જેમાં તેનો એક પગ દેખાઇ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓગસ્ટમાં તે સૈફના 51માં જન્મદિવસ પર જેહ અને તૈમુર સાથે માલદીવમાં વેકેશન મનાવવા માટે ગઇ હતી. કરીનાએ ત્યાં એન્જોય કરતા કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. જે ઘણી વાયરલ પણ થઇ હતી.
પરિવાર સાથે વેકેશન પર ગયા પહેલા કરીનાએ આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા માટે શુટિંગનું પોતાનું શેડ્યુલ પૂરુ કરી લીધ છે. તે બાદ બુધવારના રોજ તે પતિ સૈફ અને બંને બાળકો સાથે મુંબઇ એરપોર્ટ બહાર સ્પોટ થઇ હતી. આ દરમિયાનની તસવીરો ઘણી વાયરલ થઇ હતી.