કરીના કપૂર ખાન અને તેની સૌતેલી દીકરી સારા અલી ખાન વચ્ચે કેવા છે સંબંધ, સારાએ કહ્યુ- પિતાના લગ્ન થઇ રહ્યા ત્યારે…

સૌતેલી મમ્મી કરીનાથી 14 વર્ષ નાની છે સેફની દીકરી સારા, જાણો બંને વચ્ચે કેવો છે સંબંધ

બોલિવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાન અને અભિનેત્રી તેમજ સૈફની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન તેના બેબાક અંદાજ માટે મશહૂર છે. અમૃતા સિંહ સૈફની પહેલી પત્ની છે અને તેમના વર્ષ 2004માં છૂટાછેડા થઇ ગયા હતા. તે બાદ સૈફે કરીના સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. એવામાં કરીના કપૂર ખાન સારા અલી ખાનની સૌતેલી માતા છે.

કેટલાક સમય પહેલા સારા અલી ખાને કરીના સાથેના સંબંધને લઇને વાત કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે, તેના કરીના સાથે કેવા સંબંધ છે. સારાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેના અને કરીના વચ્ચે માતા-દીકરી નહિ પરંતુ મિત્રતાનો સંબંધ છે. બંનેની ઉંમરમાં 14 વર્ષનુ અંતર છે.

સારાએ જણાવ્યુ કે, જયારે કરીના કપૂરના પિતા સાથે લગ્ન થઇ રહ્યા હતા ત્યારે તે ખૂબ એક્સાઇટેડ હતી કે પાપાના લગ્ન કભી ખુશી કભી ગમની પૂ સાથે  થઇ રહ્યા છે. સારાએ જણાવ્યુ હતુ કે, મારા અને કરીના વચ્ચે સારા સંબંધ છે. તે ભલે સૌતેલી માતા છે પર તેનાથી તેને જલન નથી થતી. સારાએ કહ્યુ કે, તેને ઘણી ખુશી છે કે કરીના પિતા સૈફને ખુશ રાખે છે અને મારા માટે પિતાની ખુશી મેટર કરે છે.

સારાએ આગળ કહ્યુ કે, તેમને મને કયારેય છોટી મા બોલાવવા માટે પણ નથી કહ્યુ અને કરીના એ પણ ઇચ્છતી નથી કે હું તેમને આન્ટી કહુ. સારાએ એ પણ કહ્યુ કે, કરીના ઇચ્છે છે કે અમે મિત્રો બનીને રહીએ. આ માટે હું તેમને કયારેય માતા કહીને બોલાવતી નથી. સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. તેમજ સૈફ અને કરીનાને બે બાળકો છે. તૈમુર અને જહાંગીર.

આ દિવસોમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલિવુડમાં સારું નામ કમાવી રહી છે. તે અવાર-નવાર ચર્ચાામાં પણ રહેતી હોય છે. સારાની ફેન ફોલોઇંગ પણ ખૂબ સારી છે. તમને જણાવી દઇએ કે, સૈફ અને કરીનાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કરીનાના આ પહેલા લગ્ન હતા પરંતુ સૈફ આ પહેલા બોલિવુડ અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કરી ચૂક્યા છે. જો કે, લગ્નના ઘણા વર્ષો બાદ તેઓ અલગ થઇ ગયા હતા.

કરીના કપૂર ખાન સાથે સૈફના બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાનની બોન્ડિંગ સારી છે. કરીના ઘણીવાર સારા વિશે વાત કરી ચૂકી છે. કરીનાએ એક ઇન્ટરવ્યુમાં સૈફ અને અમૃતાની લાડલી સારા અને તેમના દીકરા ઇબ્રાહિમને મિત્રો જણાવ્યા હતા. જો કે, સારા પણ ઘણીવાર કહી ચૂકી છે કે, કરીના તેની માત્ર મિત્ર જ નહિ પરંતુ તેનાથી વધારે છે.

એક ઇવેન્ટમાં કરીનાએ સારાની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે સારાને ખૂબ ટેલેન્ટેડ કહી હતી. કરીનાએ જણાવ્યુ હતુ કે, સારા તેની ખૂબસુરતી અને ટેલેન્ટના દમ પર ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવશે. કરીનાએ મુંબઇ મિરર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મેં સૈફને હંમેશાથી એ કહ્યુ હતુ કે, હું સારા અને ઇબ્રાહિમની માતા નહિ પરંતુ મિત્ર બનવા ઇચ્છું છું. હું કયારેય પણ તેમની માતા બની શકતી નથી કારણ કે તેમની પાસે પહેલેથી જ શાનદાર માતા છે. હું તેમના માટે એક મિત્ર છું. બંનેને જયારે પણ કંઇ પણ જરૂર હોય તો હું તેમની સાથે છું. જીવનમાં કયારેય પણ તેમની સાથે છું.

Shah Jina