‘સૈફ વચ્ચે નહિ આવતા તો…’ કરીનાએ મુંબઇ પોલિસને આપ્યું નિવેદન, જાણો શું-શું કહ્યુ…

મુંબઈ પોલીસ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે. નૈની બાદ હવે કરીના કપૂરે પણ પોતાનું નિવેદન નોંધાવ્યુ છે. કરીનાએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે સૈફે એકલા હાથે હુમલાખોરનો સામનો કર્યો. તેણે ઘરની તમામ મહિલાઓને બિલ્ડિંગના 12મા માળે મોકલી દીધી હતી. જો તે વચ્ચે ન આવ્યો હોત તો કંઈ પણ થઈ શકતુ. કરીનાએ પોલીસને કહ્યું- જ્યારે હુમલો થયો ત્યારે સૈફે બાળકો અને મહિલાઓને 12માં માળે મોકલી દીધા હતા.

જ્યારે સૈફે દરમિયાનગીરી કરી ત્યારે હુમલાખોર જહાંગીર (સૈફ-કરીનાના નાના પુત્ર જેહ) સુધી પહોંચી શક્યો નહિ. કરીનાએ એ પણ જણાવ્યું કે હુમલાખોરે ઘરમાંથી કંઈ ચોરી નથી કરી, પરંતુ તે ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર અનેકવાર હુમલો કર્યો, હુમલા બાદ હું ડરી ગઈ હતી, એટલે કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ. આ પહેલા આ પહેલા સૈફ-કરીનાના બાળકો તૈમુર-જેહની નૈનીએ કહ્યું હતું કે હુમલાના દિવસે શું થયું હતું ?

નૈનીએ જણાવ્યું હતુ કે તે છેલ્લા 4 વર્ષથી તેમના ઘરે કામ કરે છે. 15 જાન્યુઆરીએ રાત્રે 2 વાગ્યે વિચિત્ર અવાજ સાંભળીને હું જાગી ગઈ, બાથરૂમની લાઈટ ચાલુ હતી. હું જોવા ગઇ તો એક વ્યક્તિ બહાર આવ્યો, તે જેહ પાસે જઈ રહ્યો હતો. આ જોઈને હું ઝડપથી ઉભી થઈને બાળક પાસે ગઇ. તેણે આંગળીના ઈશારાથી કહ્યું કે કોઈ અવાજ નહિ. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા પર હુમલો કર્યો. તેણે એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

અવાજ સાંભળીને સૈફ અને કરીના દોડ્યા પરંતુ આરોપીએ સૈફ પર હુમલો કર્યો. આ ઘટનામાં સૈફને ઘણી જગ્યાએ ઈજા થઈ છે. આરોપીની ઉંમર 35 થી 40 વર્ષ હોવાનું કહેવાય છે, સીસીટીવી ફૂટેજમાં તેનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. હુમલા બાદ તે સીડી પરથી ભાગી ગયો હતો.

Shah Jina