શાહિદ કપૂર અને કરીના કપૂર ખાનનો વીડિયો સામે આવ્યો છે, તે જોયા પછી બંનેના ફેન્સ ભાવુક થઇ રહ્યા છે. બંનેએ જયપુરમાં IIFA ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં કાર્તિક આર્યન, કરણ જોહર, કૃતિ સનન, માધુરી દીક્ષિત અને કરણ જોહર સ્ટેજ પર હતા. આ દરમિયાન, કરીના સ્ટેજ પર આવી અને દરેકને શુભેચ્છા પાઠવી. એક્ટ્રેસે શાહિદ કપૂરને ગળે લગાવ્યો અને બંનેએ થોડા સમય માટે વાત પણ કરી.

ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ચાહકો આ મુલાકાતને વર્ષની સૌથી સુંદર ક્ષણ ગણાવી રહ્યા છે. શાહિદ કપૂર અને કરીનાની આ સુંદર મુલાકાત પછી સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ગીત અને આદિત્યની મુલાકાત આવી જ હોવી જોઈતી હતી’.

અન્ય યુઝરે લખ્યું, ‘હે ભગવાન યે ક્યા હો ગયા’, અન્ય એકે લખ્યું, ‘છેવટે બંને સમજદારની જેમ વર્તાવ કરી રહ્યા છે’. જ્યારે એક યુઝરે લખ્યું, ‘શાહિદનો ચહેરા પર દુઃખ જોઈ શકાય છે. જણાવી દઈએ કે, કરીના અને શાહિદ 2004 થી 2007 સુધી એકબીજાને ડેટ કરતા હતા. જો કે બંનેના સબંધો ઘણા ગંભીર હોવા છત્તાં આગળ ન વધી શક્યા. બંનેએ ફિલ્મ ફીદા, ચુપ ચુપ અને જબ વી મેટ જેવી ફિલ્મોમાં સાથે મળીને કામ કર્યું.
View this post on Instagram
ફિલ્મ જબ વી મેટના શૂટિંગ પહેલાં જ બંનેના બ્રેકઅપ થઇ ગયા હતા. હવે કરીના અને શાહિદ બંને તેમની લાઇફમાં ઘણા આગળ વધી ચૂક્યા છે. કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે, બંનેના બે દીકરાઓ છે. જ્યારે શાહિદે મીરા રાજપૂત સાથે અરેન્જ મેરેજ કર્યા, આ કપલને એક દીકરી અને એક દીકરો છે.
View this post on Instagram