મનોરંજન

પાછી પ્રેગ્નેટ થઇ? કરીના કપૂરે શેર કરી એવી પોસ્ટ કે સોશિયલ મીડિયા પર થઇ રહી છે તેની ચર્ચા, શું ફરી વાર પ્રેગ્નેટ છે અભિનેત્રી ?

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં કરીના એક અલ્ટ્રાસાઉન્ડની કોપી બતાવતી જોવા મળી રહી છે. કરીનાની આ તસવીર જોઇ સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા કંફ્યુઝનમાં છે. લોકો સમજી રહ્યા નથી કે કરીના આ તસવીરને બતાવીને શુ કહેવા માંગી રહી છે.

આ તસવીરમાં કરીના ઓરેન્જ ટોપમાં જોવા મળી રહી છે. કરીનાની આ પોસ્ટ પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. કોઇએ પૂછ્યુ કે, શુ તે ફરી પ્રેગ્નેટ છે ? તો કોઇએ લખ્યુ કે, ગુડ ન્યુઝ 2.0 એકને તો આ સોનોગ્રાફીમાં ફોનની તસવીર નજર આવી અને પૂછ્યુ કે શું તમે ફોન ખાઇ લીધો ?

કરીનાએ આ પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે, કંઇક એક્સાઇટિંગ વસ્તુ પર કામ કરી રહી છું. પરંતુ તે એ નથી જે તમે સમજી રહ્યા છો. આ સાથે તેણે ચાહકો સાથે બન્યા રહેવાની વાત કહી છે અને કહ્યુ કે તે જલ્દી જ કંઇક લઇને આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર બીજી વાર આ વર્ષે જ માતા બની છે, તેણે બીજા દીકરાને જન્મ આપ્યો છે, જો કે, તેણે તેના બીજા દીકરાનું નામ જણાવ્યુ નથી અને હજી સુધી તેનો ચહેરો પણ બતાવ્યો નથી.

આ સમયે કરીના નાના દીકરાના નામને લઇને ઘણી ચર્ચામાં છે. બોમ્બે ટાઇમ્સના રીપોર્ટ અનુસાર સૈફ અલી ખાન અને કરીનાના દીકરાને હાલ ઘરમાં જેહ નામથી બોલાવવામાં આવે છે. જો કે, આ તો તેનું નિકનેમ છે.