મનોરંજન

7મો મહિનો, વધેલું પેટ, આમ છતાં પણ લગાતાર કામ કરી રહી છે કરીના, ઢીલા-ઢીલા આઉટફિટમાં પહોંચી શુટિંગ કરવા

લોકોએ કરી ટ્રોલ, કહ્યું કે હવે તો શાંતિથી બેસ ઘરમાં…

કરીના કપૂર આજકાલ પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે. કરીના નવા વર્ષમાં બીજા બાળકને જન્મ આપશે. હાલ કરીનાને 7મોં મહિનો ચાલી રહ્યો છે. આ સમયનો તે ભરપૂર આનંદ માણી રહી છે. સાતમો મહિનો ચાલતો હોવા છતાં કરીનાએ કામમાંથી બ્રેક નથી લીધો. કરીના લગાતાર કામ કરી રહી છે. હાલમાં જ કરીના સ્પોટ થઇ હતી.

કરીના કપૂર તેના નણંદોયા કૃણાલ ખેમુ સાથે નજરે આવી રહી છે. આ તસ્વીરમાં કરીના અને કૃણાલે લોકોનું દિલ જીતી લીધું છે.તસ્વીરના પાછળના પોસ્ટરમાં જોઈ શકાય છે કે, બંને એક હેર ઓઇલ માટે સાથે શૂટ કરી રહ્યા છે. આ તસ્વીરમાં કરીના ઓરેન્જ કલરના આઉટફિટમાં નજરે આવી રહી છે.તો કૃણાલ ડાર્ક ગ્રીન કલરના ટીશર્ટ સાથે બ્લુ કલરના જીન્સમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

કરીનાએ ઓરેન્જ કલરના ડોટેડ પ્રિન્ટવાળો ડ્રેસ પહેર્યો હતો. કરીનાના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો જોવા મળી રહ્યો છે. કરીના જેવી જ તેની ગાડીમાંથી બહાર નીકળી ફોટોગ્રાફર તેની તસ્વીર ક્લિક કરવા લાગ્યો હતો.કરીનાનો આ અંદાજ જોઈને ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે જ કરીના what women want માટે પણ શુટીંગ કરવા પહોંચી હતી.

આ પહેલા કરીના કપૂર પુમા ઇન્ડિયાના સેટથી બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કરીનાએ લખ્યું હતું કે, પુમા ઇન્ડિયાના સેટ પર અમે બંને. આ તસ્વીરમાં કરીના એક હાથે બેબી બંપ અને બીજા હાથે તસ્વીર લેતી  નજરે ચડે છે.

જણાવી દઈએ કે,કરીના થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશમાં 24 દિવસ વેકેશન મનાવીને પરત ફરી છે. આ દરમિયાન સૈફ અને તૈમુર પણ તેની સાથે હતા.

આ પહેલા કરીના કપૂર સૈફ અલી ખાન સાથે મુંબઈના એક ક્લિનિકની બહાર નજરે આવી હતી., માનવામાં આવે છે કે કરિના રૂટિન ચેકઅપ માટે ક્લિનિક ગઈ હતી. આ દરમિયાન સૈફ પત્ની કરીનાને સંભળાતો નજરે આવ્યો હતો.

જ્યારે કરિના પ્રથમ વખત 2016 માં તૈમૂર માટે ગર્ભવતી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે પુત્રી તેના ઘરે જન્મે. રિપોર્ટ્સ અનુસાર, કરીનાએ કહ્યું હતું કે તે જ્યાં પણ જાય છે, ત્યારે તેમને પૂછવામાં આવે છે કે તેને પુત્ર થશે કે પુત્રી ?

આ સવાલનો જવાબ આપતી વખતે કરીનાએ કહ્યું કે આમાં શું વાંધો છે? તે એક છોકરી છે અને તેના ઘરે એક છોકરી જન્મે છે. કરીનાએ એમ પણ કહ્યું હતું કે તેણે તેના માતાપિતા માટે એક પુત્ર કરતા પણ વધારે કામ કર્યું છે.

પ્રેગનેન્સીમાં કરીના પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તે તેના સ્વાસ્થ્યથી તેના આહાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કરીનાના ચહેરાની ગ્લો ઓછી થઈ નથી. જોકે તેનું વજન સતત વધતું જ રહ્યું છે. તેણે કેટલીક એડ શૂટ પણ કરી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે તે કઈ વસ્તુ છે જે તે બીજી ગર્ભાવસ્થામાં પુનરાવર્તન કરવા માંગતી નથી. કરીનાએ કહ્યું હતું- તૈમૂરના સમયે જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે દરેક મને ઘણું ખાવાનું કહેતા હતા અને તેથી જ મારું વજન 25 કિલો વધ્યું છે. મારે ફરીથી એવું જ કામ નથી કરવું. હું ફક્ત સ્વસ્થ અને ફીટ રહેવા માંગું છું.