ખબર ફિલ્મી દુનિયા

સૈફએ પત્ની કરીનાને કિસ કરીને આપી 2020ને આપી વિદાઈ, એક્ટ્રેસ બોલી- આ બંને વગર 2020 મુશ્કેલ હતું.

કરીના અને સૈફએ કંઈક આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત, મિત્રો અને પરિવાર માટે રાખી પાર્ટી

વર્ષ 2020 પૂર્ણ થઇ ચૂક્યું છે. 2021નો દિવસ ઉગી ગયો છે. ત્યારે આમ લોકોથી લઈને સેલેબ્સએ રાતે જ નવા વર્ષનું સ્વાગત કરી દીધું હતું. બધાએ રાતે જ પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરી હતી. 2020 દુનિયા માટે સારું સાબિત નથી થયું બધાને 2021 માટે ઘણી ઈચ્છાઓ છે. આ ખાસ દિવસે કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર પતિ સૈફ અલી ખાન સાથે તસ્વીર શેર કરી હતી. જેમાં સૈફ પ્રેગ્નેન્ટ કરીનાને કિસ કરીને નવું વર્ષ વિશ કરતો જોવા મળે છે.

Image source

કરીનાએ પરિવાર સાથે જે તસ્વીર શેર કરી છે તેના કેપ્સનમાં લખ્યું હતું કે, વર્ષનો અંત અમે મળીને કરી રહ્યા છે. હું બંને બોયસને ફોર્સ કરીને તસ્વીર લેવાની કોશિશ કરી રહી છે. મારા જીવનમાં આ બંને વગર 2020ને સહન કરવું આસાન ના હતું. આગળ વધતા. નવી શરૂઆત માટે. સુરક્ષિત રહેવું. બધાને પ્રેમ અને ઉમ્મીદ. અમે બધા તમને પ્રેમ કરીએ છીએ. હેપી ન્યુ યર.

Image source

જણાવી દઈએ કે, કરીના કપૂર આજકાલ તેના બીજા બાળકને જન્મ આપવાની રાહ જોઈ રહી છે. સોશિયલ મીડિયામાં શેર કરેલી તસ્વીરમાં કરીનાનો પ્રેગ્નેન્સી ગ્લો જોવા મળી રહ્યો છે.

Image source

બતાવવામાં આવી રહ્યું છે કે, કરીના જાન્યુઆરીમાં બીજા બાળકનું સ્વાગત કરશે. બાળકના સ્વાગત માટે આખો પરિવાર જોરશોરથી તૈયારી કરી રહ્યો છે.

Image source

ન્યુ યર સેલિબ્રેશન પહેલા કરીના ક્રિસમસ પાર્ટીમાં નજરે આવી હતી. આ પાર્ટીમાં તેની સાથે આલિયા ભટ્ટ અને તારા સુતારીયા પણ જોવા મળી હતી. આ પાર્ટીની તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી હતી.

કરીના પ્રેગ્નેસી દરમિયાન પણ કામ નિપટાવી રહી છે. તે ડયુ ડેટ પહેલા બધા કામ પુરા કરવા માંગે છે જેથી તે બાળકો સાથે વધુમાં વધુ સમય વિતાવી શકો છો.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં નજરે આવશે. છેલ્લે કરીના કપૂર ગુડ ન્યુઝમાં જોવા મળી હતી.