બોલીવુડની બેબો બહુ જ જલદી માતા બનાવની છે. ખબર આવી રહી છે કે તે આવતા અઠવાડીયે પોતાના બીજા બાળકને જન્મ આપી શકે છે. આ દરમિયાન બેબો આવનાર બાળકની તૈયારીમાં લાગી છે.
રિપોર્ટ પ્રમાણે સૈફ અને કરીના આવતા અઠવાડિયે આવતા અઠવાડીએ માતા પિતા બનવાના હોવાના કારણે તે ઘરે હવે તૈયારીઓમાં લાગી ગયા છે. ખબરો પ્રમાણે કરીનાએ 6 ફેબ્રુઆરી સુધીમાં પોતાના બધા જ પ્રોફેશનલ કામોને પૂર્ણ કરી લીધા છે.
કરીના હાલ પોતાની ડિલિવરીની તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન તે જરૂરી વસ્તુઓને પણ પૂર્ણ કરી રહી છે. ખબરો પ્રમાણે સૈફ પણ જલ્દી જ પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટને પુરા કરી અને ફેમિલિ સાથે પરત ફરશે.
રિપોર્ટ પ્રમાણે કરીના અને સૈફ બંનેએ પોતાના બીજા બાળક માટે બનાવવામાં આવેલા પારણાને પણ સજાવી દીધું છે અને બાળકના આવવાની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં તે બીજા બાળકના સ્વાગત માટે ઘર પણ સજાવી રહ્યા છે.
થોડા દિવસ પહેલા જ કરીનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ભૂરા રંગના કફ્તાનમાં નજર આવી રહી હતી. કરીનાએ બેબી બમ્પ ઉપર હાથ રાખ્યો હતો અને તેને જોઈ રહી હતી. આ એક બૂમરેંગ વીડિયો હતો જેને શેર કરતા કરીનાએ લખ્યું હતું “9 મહિના વધારે મજબૂત થઈ રહ્યો છે.”
કરીના આવતા અઠવાડીએ મા બનવાની હોવાના કારણે સોમવારના રોજ રૂટિન ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક ટ્રાઉઝર અને સફેદ ટી-શર્ટમાં જોવા મળી હતી. તેને સલામતી માટે ચહેરા ઉપર માસ્ક લગાવી રાખ્યું હતું.
સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને પોતાના બધા જ કામના શિડ્યુલ આગળ વધારી દીધા છે. જે જરૂરી હતું તેનું શૂટિંગ તે કરી ચુક્યો છે. સૈફે કહ્યું હતું. “કોણ કામ કરવા ઇચ્છશે, જયારે તમારા ઘરે નવજાત બાળક હોય. જો તમે તમારા બાળકોને મોટા નથી નથી જોતા તો તમે ભૂલ કરી રહ્યા છો. હું મારા કામમાંથી સમય કાઢી શકું છું અને આ એક વિશેષાધિકાર છે.”