અમૃતા સિંહ સાથેના સંબંધને લઇને કરીના કપૂરે ખોલ્યુ મોટુ રાઝ, જાણો કેવો છો કરીના-અમૃતા વચ્ચેનો સંબંધ

કરીના કપૂર ખાન અને અમૃતા સિંહ વચ્ચે કેવો હતો સંબંધ ? જયારે બેબોએ સૈફ અલી ખાનની પૂર્વ પત્નીને લઇને તોડી હતી ચુપ્પી

બોલિવૂડના ‘રોકસ્ટાર’ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં બેબો એટલે કે કરીના કપૂર ખાને સૌથી વધુ લાઇમલાઇટ લૂંટી હતી. કરીના કપૂર તેના કઝીન રણબીર કપૂરથી લઈને તેની ફોઇના બાળકો આદર જૈન સુધી બધાની સાથે સારી રીતે બોન્ડ શેર કરે છે, જ્યારે તેના પતિ સૈફ અલી ખાનની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહના બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ સાથે પણ તે સારુ બોન્ડિંગ શેર કરે છે. સારાએ ઘણી વખત કહ્યું છે કે કરીના તેની સારી મિત્ર જેવી છે. બોલિવૂડના નવાબ એટલે કે સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા ત્યારે સૈફની પહેલી પત્ની અમૃતા અને કરીના વચ્ચેના સંબંધો કેવા હશે તે જાણવા માટે બધા આતુર હતા.

બધાને લાગતું હતું કે આ ઘરમાંથી ઘણી ગપસપ સાંભળવા મળશે, પરંતુ એવું કંઈ ન થયુ. કરીના અને અમૃતા ન તો એકબીજાને મળ્યા છે અને તેમના વચ્ચે ન તો કોઈ પ્રકારની નારાજગી છે. આ જ કારણ છે કે તેમના ઝઘડાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ, સૈફ અને અમૃતાના બાળકો સારા અને ઈબ્રાહિમ સાથે કરીનાના સંબંધો ઘણા સારા છે. જો કે અમૃતા અને કરીના સાથે જોડાયેલા ઘણા એવા રહસ્યો છે જે કદાચ તમે નહીં જાણતા હોવ.

સૈફ અને અમૃતાએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંને વચ્ચે 12 વર્ષનું અંતર હતું. બંનેના બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ છે. એકવાર ‘કોફી વિથ કરણ જોહર’ના ચેટ શોમાં કરીના કપૂર ખાને કહ્યું હતું કે તે ક્યારેય સૈફની પૂર્વ પત્ની અમૃતા સિંહને મળી નથી. અભિનેત્રીએ કહ્યું હતું કે તે અમૃતાનું ખૂબ સન્માન કરે છે. સારા અલી ખાનની માતા માટે તેને ખૂબ આદર છે પરંતુ તે તેને ક્યારેય મળી નથી.

અમૃતા સાથેના તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરતા કરીના કપૂરે એમ પણ કહ્યું કે તે સૈફ અલી ખાનને તેના છૂટાછેડાના ઘણા વર્ષો પછી મળી હતી. તમને જણાવી દઈએ કે બંને પહેલીવાર ટશનના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. સૈફને ડેટ કરતા પહેલા કરીના કપૂર શાહિદ કપૂર સાથે રિલેશનશિપમાં હતી. વર્ષ 2007માં બંનેનું બ્રેકઅપ થયું અને ત્યારબાદ સૈફ તેના જીવનમાં આવ્યો. સૈફ અલી ખાનને 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ કરીના કપૂરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. 16 ઓક્ટોબર 2012ના રોજ કરીના કપૂર પટૌડી પરિવારની વહુ બની.

કરીના કપૂર અને સૈફના લગ્ન પણ બે અલગ-અલગ ધર્મ હોવાના કારણે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પટૌડી પરિવારમાં ધર્મને બાયપાસ કરીને પ્રેમને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે. શર્મિલા ટાગોર હોય કે સોહાના પતિ કુણાલ ખેમુ. બધા ધર્મમાં નથી માનતા પણ માત્ર પ્રેમમાં માને છે. બંનેના લગ્નને લઈને લવ જેહાદનો એંગલ પણ દાખલ થયો હતો. ત્યારે કરીના કપૂરે કહ્યું કે તે લવ જેહાદમાં નહીં પણ લવમાં માને છે.

Shah Jina