ફિલ્મી દુનિયા

બાપ રે, બોલીવુડના આ દિગ્ગજના ના ઘરે કોરોનાની દસ્તક, ટેન્શનમાં આવી જતા આવું કર્યું- જાણો વિગત

હાલ કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. હવે કોરોનાએ બોલીવુડમાં પણ એન્ટ્રી કરી છે.ગત કાલે બોની કપૂરના 2 નોકરોની રિપોર્ટ પોઝિટિવ આવતા તે અને તેનો પરિવાર સેલ્ફ આઇસોલેશનમાં હતો. ત્યારે આજે વધુ એક બોલીવુડના નિર્માતાના નોકરનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેલ્ફ આઇસોલેશનમાં છે

Image Source

ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરેલુ સ્ટાફના બે નિર્માતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ફિલ્મ નિર્માતા અને પરિવાર સાથે 14 દિવસના સેલ્ફ આઇસોલેશનમ કરી લીધું છે. જો કે, તેનો કોરોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે

કરણે સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે લખ્યું છે કે, “હું તમને જણાવવા માંગું છું કે અમારા સ્થાનિક સ્ટાફના બે સભ્યો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. લક્ષણો મળ્યાની સાથે જ તેઓ અમારા મકાનના એક ભાગમાં ક્વોરેન્ટાઇન કરી દીધા છે. બીએમસીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, અને તેઓએ નિયમો મુજબ બિલ્ડિંગને સીલ કરી દીધી હતી.

Image Source

વેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બાકીનો પરિવાર અને સ્ટાફ સલામત છે અને કોઈ લક્ષણો નથી.બધાનો સવારે એક સ્વેબ ટેસ્ટ કર્યો હતો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. “પરંતુ અમે આસપાસના લોકોની સુરક્ષા માટે આગળના 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહીશું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.