મહારાષ્ટ્રના કરાડ સ્થિત ‘કરાડ જનતા સહકારી બેન્કનું લાયસન્સ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રદ્દ કરવામાં આવ્યું છે. લાયસન્સ રદ્દ થવાને કારણે હવે બેન્ક બંધ થઇ જશે. રાહતની વાત એ છે કે, 99 ટકા ખાતેદારને તેના પૈસા પાછા મળી જશે.

આ પહેલા નવેમ્બર 2017ના રોજ કરાડ જનતા સહકારી બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ થોડી પાબંધીઓ લગાવી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંકના લીકવીડેટર નિયુક્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર, સેક્શન 22 ના નિયમો અનુસાર, બેંક પાસે હવે મૂડી નથી અને આવકનું કોઈ સાધન નથી. કરાડ બેંક બેંકિંગ રેગ્યુલેશન 1949 ન કલમ 56 ના ધોરણોને પૂર્ણ કરતું નથી, જેના કારણે તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, હવે બેંક ચાલુ રાખવી તે જમા કરનારાઓના હિતમાં નથી. હાલની પરિસ્થિતિમાં બેંક તેના થાપણદારોને સંપૂર્ણ પૈસા આપી શકશે નહીં. ડીઆઈસીજીસી એક્ટ 1961 હેઠળ બેંકની લીકવીડેશન પર થાપણદારોને 5 લાખ સુધીની રકમ મળશે. તે છે કે 99 ટકા થાપણદારોને તેમની મૂડી ડીઆઈસીજીસી દ્વારા મળશે.