ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ તહેવારની ઉજવણી ગુજરાતમાં ખુબ જ શાનદાર રીતે કરવામાં આવે છે, લોકો સવારથી જ ધાબા ઉપર પતંગ દોરી સાથે ડીજે અને સ્પીકરો લઈને પોતાના મનગમતા ગીતોની રમઝટ આખો દિવસ જમાવતા હોય છે, ઉત્તરાયણ માટે ખાસ ગીતોની પસંદગી પણ કરવામાં આવતી હોય છે.
ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણ માટે તમે પણ તમારું પ્લે લિસ્ટ તૈયાર જરૂર કર્યું હશે, ત્યારે આ પ્લે લિસ્ટમાં હજુ વધુ એક ગીત ઉમેરી દેજો, કારણ કે આ ગીત સાંભળ્યા બાદ તમે પણ ધાબા ઉપર આ ગીતને વગાડ્યા વિના રહી જ નહિ શકો. કારણ કે આ ગીતના શબ્દો અને સંગીત એવું છે જે તમને ધાબા ઉપર વાગડવા માટે મજબુર કરી દેશે.
આ વર્ષે બે ગીતો એવા છે જે લોકો ધાબા ઉપર અચૂક વગાડશે જેમાં “ચાંદ જૈસા મુખડા લેકે” અને “માટલા ઉપર માટલું” બધાની પહેલી પસંદ છે, આ ગીત લોકપ્રિય ગાયક દેવ પગલી દ્વારા ગાવામાં આવ્યા છે, ત્યારે હવે ઉત્તરાયણ ઉપર દેવ પગલી અને ગાયિકા દીપીક્ષા ચૌધરી પણ એક શાનદાર ગીત લઈને આવ્યા છે.
આ શાનદાર ગીતના શબ્દો છે “કાપી કાપી રે તારી પતંગ” જેનો સુર આપ્યો છે દીપીક્ષા ચૌધરી અને દેવ પગલીએ. આ ગીતમાં સંગીત આપ્યું છે કમલેશ વૈદ્યએ. તો આ ગીતના શબ્દો લખ્યા છે, ગૌરાંગ સૌથાલાએ. આ ગીતમાં તમને દેવ પગલી, દીપીક્ષા ચૌધરી સાથે ધારા વ્યાસ પણ જોવા મળવાના છે. તો આ ગીતને દીપીક્ષા ચૌધરી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે.
આ ગીતની અંદર દીપીક્ષા ચૌધરીનો એક ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે, જેમ ખીચડીમાં ઘી ભળી જાય અને દૂધમાં સાકાર ભળી જાય તેમ દીપીક્ષા ચૌધરી અને દેવ પગલીના સુર એકમેકમાં ભળેલા જોવા મળી રહ્યા છે. દીપીક્ષા ચૌધરીનો અવાજ પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, આ ગીતમાં પણ તમેન કર્ણપ્રિય અવાજ દ્વારા ગુજરાતીઓનું દિલ જીતી લીધું છે.
આ ગીતને દીપીક્ષા ચૌધરીના યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવ્યું છે, ચાહકો પણ આ ગીતને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ગીતમાં ગુજરાતીઓની સાચી ઉત્તરાયણ ઉજવાતી જોવા મળી રહી છે, તો સાથે જ ગીતના શબ્દો પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે, તમને પણ આ ગીત ખુબ જ પસંદ આવશે.