“અમે અમારા દમ પર બોર્ડર પાર કરી છે, સરકારે કંઇ કર્યુ નથી” આવું કહેનારી વિદ્યાર્થીનીએ માન્યો ભારત સરકારનો આભાર- જુઓ વીડિયો

યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પાકિસ્તાનમાં પણ વખાણ થઈ રહ્યા છે, પરંતુ ભારતના કેટલાક લોકો આ પ્રયાસો અને ભારત સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવવાથી અળગા નથી રહ્યા. થોડા દિવસો પહેલા પત્રકાર વિનોદ કાપરીએ કાનપુરના સતાક્ષી સચનનો એક વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોને પીએમ મોદી વિરોધી વાતાવરણ બનાવવા માટે ઉગ્રતાથી શેર કરવામાં આવ્યો હતો. હવે સતાક્ષીએ પોતે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો સતાક્ષીના ઘરે પહોંચ્યા પછીનો છે. તેણે આ વીડિયોમાં કહ્યું, “હું ભારત સરકારનો આભાર માનું છું. હું જે પરિસ્થિતિઓમાંથી પસાર થઇ હતી.

મને સમજાતું નહોતું કે શું કરવું. ભારત સરકારે ઘણી મદદ કરી. મને સુરક્ષિત રીતે મારા ઘરે લાવી અને મીડિયાના જે લોકોએ મારી વાતને તોડી મરોડી રજૂ કરી છે તે ખોટી છે.  જૂના વીડિયોમાં સતાક્ષીએ કહ્યુ હતુ કે, આપણે સરકાર પસંદ કરીએ છીએ પરંતુ સરકારે અમારા માટે કંઇ કર્યુ નથી.

હું સરકારને એટલું જ કહેવા માંગુ છુ કે ખાર્કિવ અને કિવમાં ફસાયેલા તમામ બાળકોને બચાવી લેવા જોઈએ. તમે અહીં બેસીને ઓર્ડર ન આપો. બાળકોને બચાવવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યુ છે તેના વિશે તેણે કહ્યુ હતુ કે તે લોકો કંઇ કરતા નથી. અમે અમારા દમ પર બોર્ડર પાર કરી છે.

Shah Jina