રાત્રે પતિ-પત્નીએ જોઇ IPL મેચ, સવારે લોહીલુહાણ હાલતમાં મળી બંનેની લાશ

IPL મેચ જોઇ સૂતેલા પતિ-પત્નીની સવારે મળી લાશ, સમૂહિક મંડપમાં કર્યા હતા લગ્ન

કાનપુરમાં પતિ-પત્નીની હત્યાથી મચ્યો હડકંપ, 1 વર્ષ પહેલા બંનેએ કર્યા હતા લવ મેરેજ

પિતાએ કરી લવ મેરેજ કરનાર દીકરા-વહુની હત્યા : હત્યા બાદ પાણીમાં હાથ ધોયા, પછી ધાબા પર જઇ સૂઇ ગયા, સવારે પોલિસ સામે કર્યો ડ્રામા

દેશભરમાંથી હત્યાના ચકચારી ભરેલા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, અંગત અદાવતમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ કે પ્રેમ લગ્નને કારણે હત્યા નિપજાવવામાં આવતી હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામૂહિક સમારોહમાં એક વર્ષ પહેલા લગ્ન કરનાર પતિ-પત્નીની ઘરની અંદર બેરેહમીથી હત્યા કરી દેવામાં આવી છે. ઘરમાં કોઇ લૂટપાટ નથી થઇ. એવામાં પોલિસને કાતિલનું મક્સદ માત્ર હત્યા કરવાનું જ લાગી રહ્યુ છે.

વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી સનસની મચી ગઇ છે.ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કમિશનરે જણાવ્યું કે, મોડી રાત્રે બંને પતિ-પત્ની IPL મેચ જોઈને સૂઈ ગયા હતા અને સવારે રૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ મકાનમાં ઘણા પરિવારો એકસાથે ભાડા પર રહે છે અને જવા માટે એક જ રસ્તો છે. આશંકા છે કે અંદરથી કોઈએ આ ઘટનાને અંજામ આપ્યો હોવો જોઈએ. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર રામબાગમાં રહેતા શિવા તિવારી ઉર્ફે શિવમ અને દર્શનપુરવાની જુલી રાજપૂતે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. બંને રામબાગ આસી ફીટ રોડ પર પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા.

ત્યારે તેઓની લાશ ગળું કાપેલી હાલતમાં મળી આવી હતી. મકાનમાલિક અને પડોશીઓની સૂચના પર બાજરિયા પોલીસ સ્ટેશનની પોલીસ DCP પશ્ચિમ BBGTS મૂર્તિ, અધિક પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારી, ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. આ કેસનો જો કે, પોલિસ દ્વારા પર્દાફાશ પણ કરી દેવામાં આવ્યો છે. કાનપુરમાં પ્રેમ લગ્ન કરનાર પતિ-પત્નીની હત્યાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. 65 વર્ષીય પિતાએ પોતાના પુત્ર શિવા તિવારી અને પુત્રવધૂ જુલી રાજપૂતનુ છરી વડે ગળું કાપીને હત્યા કરી નાખી છે.

હત્યા બાદ બંનેના મૃતદેહ બેડ નીચે સંતાડી દેવામાં આવ્યા હતા. સવારે તેણે જાતે જ તેના પુત્ર અને પુત્રવધૂની હત્યા અંગે પાડોશીઓને જાણ કરી હતી. આરોપી પિતા રડતો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. જો કે પોલીસે કડક કાર્યવાહી કરતાં આરોપી પિતા 4 કલાકમાં ભાંગી પડ્યો હતો. તેણે પુત્ર અને પુત્રવધૂની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ઘટના સમયે છોકરાના પિતા અને એક નાનો ભાઈ ઘરમાં હતા. ઘટના બાજરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના રામબાગ વિસ્તારની છે. આરોપી પિતા દીપ તિવારીએ બુધવારે રાત્રે 12થી1 વાગ્યાની વચ્ચે પુત્ર અને પુત્રવધૂની હત્યા કરી નાખી.

રાત્રે પિતા નાના પુત્ર સાથે ટેરેસ પર સૂવા ગયા હતા. લગભગ એક કલાક પછી તે નીચે આવ્યો. રૂમમાં પુત્ર અને વહુ સુતા હતા. આરોપી પિતાએ પુત્ર અને પુત્રવધૂનું ગળું કાપીને છરી વડે હત્યા કરી હતી. આ પછી, ત્યાં રાખેલા પાણીમાં હાથ ધોઈ લીધા. બંનેના મૃતદેહને બેડ નીચે સંતાડી દીધા અને પછી ટેરેસ પર સૂઈ ગયા. સવારે પિતા રૂમમાંથી બહાર આવ્યા અને પુત્ર અને પુત્રવધૂની લોહીથી લથપથ લાશ જોઈ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા. મકાન માલિકને હત્યાની જાણ થઈ હતી. આ પછી મકાન માલિક વિવેક દીક્ષિતે પોલીસને જાણ કરી હતી.

Shah Jina