ખોપડી ખુલેલી, પાસળીઓ તૂટેલી, 40 ઇજાએ જણાવી અંજલી સાથે થયેલ સૌથી દર્દનાક અકસ્માતની સ્ટોરી

દિલ્લીમાં થયેલા કંઝાવલા રોડ અકસ્માતમાં મૃતક અંજલી સિંહનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ હ્રદય કંપાવી દે તેવો છે. અંજલીના પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર, તેની ખોપડી ખુલી ગઇ હતી, પાસળીઓ છાતીની પાછળ તરફથી નીકળી ગઇ હતી. મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટરોની પેનલે અંજલી સિંહની લાશનું પરીક્ષણ કર્યુ હતુ. અંજલીના ઓટોપ્સી રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, માથુ, રીઢ, ડાબી જાંઘના હાડકા અને બંને ફેફસામાં ગંભીર ઇજા થઇ હતી. અંજલીની લાશની ખોપડી ખુલેલી હતી અને પાંસળીઓ પણ ભાંગેલી હતી તેવું રીપોર્ટમાં સામે આવ્યુ છે.

આ ઉપરાંત રીપોર્ટ અનુસાર, તેનું મોત આઘાત અને વધારે લોહી વહી જવાને કારણે થયુ છે. અંજલીને 40 જેટલી ગંભીર ઇજા પહોંચી હોવાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ઉલ્લેખ છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રીપોર્ટ અનુસાર, પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, એકસાથે પહોંચેલી આટલી ઇજા સામાન્ય રીતે મોતનું કારણ બની શકે છે. જોકે, માથા, રીઢના હાડકા, લાંબા હાડકા અને અન્ય ઇજાઓની ગંભીરતા પણ મોતનું કારણ બની શકે છે. બધી ઇજા તેજ હતિ સાથે ટક્કર અને ઘસેડવાને કારણે સંભવ છે. જો કે અંતિમ રાય કેમેકિલ એનાલિસિસ અને બાયોલોજિકલ સેંપલની રીપોર્ટ મળ્યા બાદ જ આપવામાં આવશે.

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં 40 ઇજા થઇ હોવાનું દર્જ છે. જેમાં વધારે ઘા અને ઇજા છે. રીપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે અંજલીનું બ્રેન મેટર ગાયબ હતુ અને બંને ફેફસા સ્પષ્ટ નજર આવી રહ્યા હતા. આ બધા વચ્ચે દિલ્લી પોલિસે કહ્યુ કે, અંજલીના શરીર પર એવો કોઇ ઘા નથી કે જે યૌન ઉત્પીડન તરફ ઇશારા કરે. ન્યુઝ 18ના રીપોર્ટ અનુસાર, અંજલીની આંતરિક તપાસથી એવું સામે આવ્યુ છે કે તેની ખોપડીને ઉખાડવામાં આવી હતી. સાથે માટી અને ગંદગી હતી. તેની સ્કલ ખુલેલી હતી. બંને ફેફસા દેખાઇ રહ્યા હતા.

સામૂહુક રૂપથી બધી ઇજા નેચરલ ડેથનું કારણ બની શકે છે. આ કેસમાં મૃતક સાથે તેની બહેનપણી હતી તે નિધિનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે, કાર આગળથી અથડાઈ, તે ડરી ગઈ હતી અને તેને કારણે તેણે કોઇને કહ્યુ નહિ, તે કારની નીચે ફસાઈ ગઈ હતી. કાર તેને ખેંચીને દૂર લઈ ગઈ. હું ઇચ્છતી ન હતી કે મારા પરિવારના સભ્યો આ વિશે વાત કરે, તેથી મેં કશું કહ્યું નહીં. પહેલા અમે હોટલની બહાર લડતા હતા, તે કહેતી હતી કે હું સ્કૂટી ચલાવીશ, હું કહેતી હતી કે હું ચલાવીશ. તેણે સ્કૂટી ચલાવી હતી. તેણે વધુમાં જણાવ્યુ કે, પહેલા તઓ ટ્રક સાથે અથડાતા બચી ગયા અને પછી તેણે અંજલી પાસે ચાવી માંગી અને આ દરમિયાન અંજલીએ કહ્યુ કે, હું જાતે જ ચલાવીશ.

તે નશામાં હતી અને રૂમમાં કોઈ લડાઈ થઈ નહોતી. તેણે આરોપીઓ વિશે કહ્યુ કે, તે બે વાર કારને આગળ લઈ ગયો અને પછી પાછી લઈ ગયો. ટક્કરને કારણે નિધિ એક બાજુ પડી અને અંજલી કારની નીચે ફસાઈ ગઈ. છોકરાઓને ખબર હતી કે છોકરી કારની નીચે ફસાઈ ગઈ છે, અંજલી ચીસો પાડી રહી હતી. જણાવી દઇએ કે અંજલી સિંહનું મોત 1 જાન્યુઆરી 2023 રવિવારના રોજ થયુ. ઘરે પરત ફરતા સમયે એક કારે તેની સ્કૂટીને ટક્કર મારી અને તેનું શરીર કારમાં ફસાઇ ગયુ. કાર સવારોએ તેને લગભગ 12 કિમી સુધી ઘસેડી, જેને કારણે તેનું દર્દનાક મોત થયુ હતુુ. જે સમયે અંજલીની લાશ મળી ત્યારે તેના શરીર પરના કપડા ફાટી ગયેલા હતા અને તેની પીઠ ખરાબ રીતે છોલાઇ ગઇ હતી.

Shah Jina