આ અભિનેત્રીને પાણીપુરી ખાવી પડી ભારે, પાણીપુરી ખાવાની તલબમાં લારીએ ગઈ અને કરી બેઠી મોટું નુકશાન, જાણો સમગ્ર મામલો

પાણીપુરીનું નામ આવતા જ કોઈપણ મહિલા અને યુવતીઓના મોઢામાં પાણી આવી જતું હોય છે, સામાન્ય લોકો જ નહિ સેલેબ્સ પણ પાણીપુરીના ખુબ જ શોખીન હોય છે, રસ્તા પર પાણીપુરીની લારીઓ ઉપર તમને વધારે પડતી મહિલાઓની જ ભીડ જોવા મળતી હોય છે, સેલેબ્સ પણ ઘણીવાર પાણીપુરી ખાતા સ્પોટ થાય છે.

ટીવીની લોકપ્રિય અભિનેત્રી કામ્યા પંજાબી તાજેતરમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં પાણીપુરી ખાતા જોવા મળી હતી. જેની કેટલીક તસવીરો સામે આવી છે. હવે એક ઈન્ટરવ્યુમાં કામ્યાએ જણાવ્યું કે ત્યાં પાણીપુરી ખાધા પછી તે પોતાનું 1 લાખ રૂપિયાનું એન્વેલપ લારીમાં જ ભૂલી ગઈ હતી. કામ્યા એક ઈવેન્ટ માટે ઈન્દોર પહોંચી હતી.

કામ્યા પંજાબીએ કહ્યું, “હું રવિવારે એક ઈવેન્ટ માટે ઈન્દોરમાં હતી. જ્યારે હું પાછી આવી રહી હતી ત્યારે મારા મેનેજરે કહ્યું કે અહીં એક દુકાન છે, જે ખૂબ જ સારી પાણીપુરી આપે છે. ઈન્દોર ચાટ માટે ખુબ જ પ્રખ્યાત જ છે. અને હું મારી જાતને રોકી ના શકી. પછી મેં ત્યાં જવાનું નક્કી કર્યું. આ દરમિયાન મારી પાસે એક એન્વોલપ પણ હતું. તેમાં લગભગ 1 લાખ રૂપિયા રોકડા હતા. મેં તેને ટેબલની કિનારે મૂકી દીધુ અને પાણીપુરી ખાવાનું શરૂ કર્યું. પણ હું ખાવામાં અને ફોટા લેવામાં એટલી વ્યસ્ત થઇ ગઈ કે મારું પરબિડીયું લારીમાં જ ભૂલી ગઈ.

કામ્યા પંજાબીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે હોટલ પર પહોંચી તો તેને ખબર પડી કે તેની પાસે 1 લાખ રૂપિયાનું પરબિડીયું નથી. પછી તેને યાદ આવ્યું કે તેણે પાણીપુરીની લારી પર જ પરબિડીયું છોડી દીધું હતું. કામ્યાએ કહ્યું કે, “મેં મારા મેનેજરને પાણીપુરી કાર્ટ પર પરબિડીયું છોડવા વિશે કહ્યું હતું. પછી મારો મેનેજર તરત જ ત્યાં પહોંચી ગયો હતો. હું અહીં ખૂબ જ પરેશાન હતી અને બસ આશા હતી કે પરબિડીયું તેને મળી જશે. મારું મન વિચારી રહ્યું હતું કે જો તે મળી જશે, તો મારે મારા નસીબનો આભાર માનવો પડશે. કારણ કે તે જગ્યા ખૂબ ગીચ હતી.”

અભિનેત્રીએ કહ્યું, “જ્યારે મારો મેનેજર ત્યાં પહોંચ્યો, ત્યારે તેને તે પેકેટ મળ્યું જ્યાં મેં તેને છોડી દીધું હતું. ત્યારબાદ તેણે પાણીપુરીના સ્ટોલના માલિક દિનેશ ગુર્જર સાથે વાત કરી અને તેની પાસેથી તે લીધું અને પાછો આવ્યો. હું ખૂબ જ નર્વસ હતી. મને ખબર નથી કે મેં કેવી પ્રતિક્રિયા આપી હશે કારણ કે મને ખાતરી હતી કે અમને તે પેકેટ ત્યાં નહીં મળે. મને લાગે છે કે ઈન્દોરના લોકો ખરેખર સરસ છે.’ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કામ્યા છેલ્લે ટીવી શો શક્તિ અસ્તિત્વ કે એહસાસ કીમાં જોવા મળી હતી.

Niraj Patel