રસિયો રૂપાળો હવે વિદેશમાં મચાવશે ધૂમ, એરપોર્ટ પર કમાને જોવા માટે ટોળા જામ્યા, કિર્તીદાન સાથે પહેલીવાર વિદેશ પ્રવાસે, … જુઓ વીડિયો
Kamo going Dubai With Kirtidan gadhvi : ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં માણવા મહેરામણ ઉમટી પડતું હોય છે, થોડા સમય પહેલા તેમને કોઠારીયા ગામમાં કરેલા ડાયરામાં એક દિવ્યાંગ વ્યક્તિ સાથે તેમનો ભેટો થયો, તેમને રસિયો રૂપાળો ગીત લલકાર્યું અને પછી તો એ દિવ્યાંગ વ્યક્તિ એવો નાચ્યો કે તેના વીડિયોએ ધૂમ મચાવી દીધી હતી.
આ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ આજે આખા ગુજરાતમાં એક મોટું નામ બની ગયેલો કોઠારીયાનો કમો છે. જેનો વીડિયો વાયરલ થયા બાદ તે એક સેલેબ્રીટી બની ગયો અને ગુજરાતના ડાયરા તેમજ અલગ અલગ પ્રોગ્રામમાં તેની ખાસ ડિમાન્ડ પણ થવા લાગી હતી.
કમો જ્યાં પણ જાય ત્યાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું, લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરતા હતા. ત્યારે કિર્તીદાને કમાન એ વિદેશ લઇ જવાનું પણ કહ્યું હતું. ડાયરામાં તેની લોકપ્રિયતા જોઈને વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ કમાની વિદેશ લાવવાની ડિમાન્ડ કરી રહ્યા હતા.
ત્યારે કિર્તીદાને તેના પાસપોર્ટ માટેની તૈયારી કરી અને હવે કમો વિદેશ પ્રવાસે પણ નીકળી ગયો છે. જેના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં કમો દુબઇ જવા માટે કિર્તીદાન ગઢવી અને તેના પિતા સાથે એરપોર્ટ પર ઉભેલો જોવા મળી રહ્યો છે.
આ ડાયરાનું આયોજન મૂળ કચ્છ અને હાલ દુબઈમાં સ્થાયી થેલા જવેલર્સ એવા અનિલભાઈ પેથાણી દ્વારા કરવામાં આવ્યું છે. ગુપ્ત નવરાત્રીના અનુંસથાનના નવમા દિવસે પુર્ણાહુતી છે. ત્યારે આ પુર્ણાહુતી કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં કમાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
View this post on Instagram
સામે આવેલા વીડિયોમાં અમદાવાદ એરપોર્ટ પરથી કમો જયારે કિર્તીદાન સાથે દુબઇ જવા માટે રવાના થતો હતો ત્યારે પણ લોકોની ભીડ ઉમટી પડી હતી. કમા સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોની હોળ જામી હતી. જે બતાવે છે કે ગુજરાતમાં કમાણી કેટલી લોકપ્રિયતા છે. ત્યારે હવે કમો વિદેશમાં પણ ધૂમ મચાવશે.