કમાએ આપ્યા ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીને આશીર્વાદ, વીડિયો જોઈને તમે પણ કમાની વાહ વાહ કરવા લાગશો

ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ ઝૂકીને લીધા કમાના આશીર્વાદ, ઝુકેગા નહિ સ્ટાઇલ ઉપર કમો પણ ઝૂમી ઉઠ્યો, જુઓ વીડિયો

કોઠારીયા ગામનો કમો આજે આખા  ગુજરાતનો હીરો બની ગયો છે. કમાને લોકો ખુબ જ પસંદ કરવા લાગ્યા છે અને તે જ્યાં પણ જાય ત્યાં લોકો ઘેરી વળે છે. કમો જ્યાં પહોંચે છે ત્યાં નજારો જોતા એવું લાગે છે કે કોઈ મોટો સેલેબ્રીટી આવ્યો હોય અને કમો પણ આજે કોઈ સલેબ્રીટી કરતા જરા પણ કમ નથી લાગતો. માનસિક દિવ્યાંગ હોવા છતાં પણ કમાએ જે નામ મલેવ્યુ છે તે તો કિસ્મતની વાત જ કહેવાય.

કમાન ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક કમાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં કમો ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યો છે. કિર્તીદાન પણ ખુશીથી કમાન આશીર્વાદ ગ્રહણ કરે છે અને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

વીડિયો કિર્તીદાનના એક ડાયરાનો છે. જેમાં કમાની એન્ટ્રી થાય છે. કમો વટ્ટ સાથે ડાયરામાં પ્રવેશે છે અને કિર્તીદાન પણ  તેનું શબ્દોથી સ્વાગત કરે છે. જેવો કમો સ્ટેજ પાસે આવે છે કે ડાયરામાં ઉપસ્થતિ શ્રોતાજનો પણ કમાને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે અને કમો પણ હાથ ઉંચો કરી અને ડાયરામાં બેઠલા તમામ શ્રોતાજનોનું અભિવાદન કરે છે.

કમાને જોઈને તેનું ગમતું ગીત કિર્તીદાન લલકારે છે. કમાને “કાન રસિયો રૂપાળોમ રંગ રેલીઓ, તને ઘરે જવું ગમતું નથી !” ગીત ખુબ જ પસંદ છે અને આ ગીત કિર્તીદાન લલકારતા જ કમો ઉત્સાહમાં આવીને નાચવા લાગે છે. જેના બાદ ત્યાં ઉપસ્થિત લોકો પણ કમા પાસે આવીને તેના ઉપર રૂપિયાનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.

લોકગાયક માયાભાઇ આહીર પણ આ ડાયરામાં ઉપસ્થિત છે અને તે પણ કમા ઉપર રૂપિયાનો વરસાદ કરતા જોવા મળે છે. થોડીવાર બાદ કિર્તીદાન ગઢવી પણ ઉભા થાય છે અને કમા પાસે આશીર્વાદ માંગે છે. જેના બાદ કમો તેમની પાસે જાય છે અને તેમના માથે હાથ મૂકીને તેમને આશીર્વાદ પણ આપે છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

હાલ આપણા ગુજરાતમાં ફેમસ ચહેરો બની ચૂકેલા કમાભાઇ લક્ઝરીયસ કારમાં ફરતા જોવા મળે છે. તેઓ મોંઘી અને લક્ઝુરિયસ કારમાંથી લોકોનું સમર્થન જીલે છે. કોઇપ્રસંગ, કાર્યક્રમ અને ઉદ્ઘાટનમાં તેમને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે. કમાની એન્ટ્રી સુપર સ્ટાર જેવી હોય છે. સૌ કોઈ લોકો તેને હોશે હોશે વધાવી લે છે. લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા માટે દોડી જાય છે. સુરતમાં હેપી ઈવેન્ટ્સ તથા Arise Hospitality Solutions દ્વારા આયોજિત ૧૮ સપ્ટેમ્બરે સાંજે ૭ વાગ્યે ‘દાંડિયા નાઈટ ૨.૦’ થવા જઈ રહી છે જેમાં કમલેશ કોઠારીયા (કમા ભાઈ) ને ગુજ્જુરોક્સ દ્વારા ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. કમા ભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ને કાર્યક્રમની શોભા વધારશે

Niraj Patel