“ઇંડિયન આઇડલ 12” કંટેસ્ટન્ટ સાયલી કાંબલેના પિતા કરી રહ્યા છે રોજના 12-14 કલાક સતત કામ, ચલાવે છે એમ્બ્યુલેંસ

‘ઇન્ડિયન આઇડલ’ની સ્પર્ધક સાયલીના પિતા કોવિડ દર્દીઓ માટે જે કામ કરે છે એ જાણીને સલામ કરશો

સોની ટીવીનો પોપ્યુલર સિગિંગ રિયાલિટી શો “ઇંડિયન આઇડલ 12″માં ગેસ્ટ તરીકે મ્યૂઝિક ડાયરેક્ટર અનુ મલિક અને મશહૂર ગીતકાર મનોજ મુંતશિર જોવા મળી રહ્યા છે. આ ખાસ અવસર પર કંટેસ્ટન્ટના માતા-પિતા પણ હાજર રહે છે. પરંતુ શોની કંટેસ્ટન્ટ સાયલી કાંબલે એકલી જ જોવા મળી રહી છે.

આ વિશે આદિત્ય નારાયણે જયારે સાયલીને તેના પેરેન્ટ્સ વિશે પૂછ્યુ તો તેણે એવો જવાબ આપ્યો કે જેને સાંભળ્યા બાદ તમે બધા ઇમોશનલ થઇ જશો.

સાયલીને તેના પિતાની સતત ચિંતા રહેતી હોય છે. સાયલીના પિતા કિશોર કાંબલે મુંબઈમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરની નોકરી કરે છે. છેલ્લાં થોડાં મહિનાથી મુંબઈની સ્થિતિ કોરોનાને કારણે વણસી છે. આવી પરિસ્થિતિમાં તેઓ રજા લીધા વગર રોજના 12-14 કલાક સતત કામ કરે છે.

મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે ‘ઇન્ડિયન આઇડલ’નું શૂટિંગ હાલમાં દમણમાં ચાલી રહ્યું છે. સાયલી શોમાં ઘણીવાર પિતાને યાદ કરીને ઇમોશનલ થઈ જતી હોય છે. હોસ્ટ આદિત્યે તેને સમજાવીને કહ્યું હતું કે તે ચિંતા ના કરે, કારણ કે ઈશ્વર તેના પિતાનું આ સારુ કામ જોઈ રહ્યાં છે અને તે હંમેશાં આશીર્વાદ આપશે.’

સાયલીએ કહ્યું હતું કે તેના પિતા એક સારું કામ કરી રહ્યાં છે. ફ્રન્ટલાઈન વૉરિયર હોવાને કારણે તેના પિતા કોરોનાકાળમાં કામ કરી રહ્યાં છે. તે આખો દિવસ PPE કિટમાં હોય છે અને જ્યારે તેમને કામની વચ્ચે સમયે મળે ત્યારે તેની સાથે વીડિયો કૉલ પર વાત કરે છે.

મનોજ મુંતશિરે સાયલીની પ્રશંસા કરતા કહ્યુ કે, સાયલી જયારે હું તમારી પર્ફોમન્સ દેખુ છુ તો મને લાગે છે કે તમારી અવાજમાં કંઇ ખાસ છે. મને તમારો અવાજ સાંભળી ઘણી ખુશી મળે છે. તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમને ઘણો બધો આશીર્વાદ.

અનુ મલિકે પણ સાયલીની પ્રશંસા કરી હતી તેમણે કહ્યુ કે, સાયલી તમારુ પર્ફોમન્સ ઘણુ શાનદાર છે. તમારી ગાવાની શૈલી ઘણી શાનદાર છે. તમે તમારા પિતાની ચિંતા બિલકુલ ના કરો. ઇશ્વર તેમની સાથે છે.

Shah Jina