શેર હોય તો આવો ! 12,000 રોકવાવાળા પણ બની ગયા કરોડપતિ, આપ્યુ 84,000%થી પણ વધારે રિટર્ન

આ કંપનીના શેરમાં આવી જબરદસ્ત તેજી, 12 હજાર ઇન્વેસ્ટ કરનાર પણ બની ગયા કરોડપતિ

શેરબજારમાં રોકાણ કરવું એ ઘણીવાર નફાકારક પણ સાબિત થઇ શકે છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેના શેરે તેના રોકાણકારોને લાંબા ગાળામાં જબરદસ્ત વળતર આપ્યું છે. કામા હોલ્ડિંગ્સ લિમિટેડના શેરોએ 20 વર્ષમાં તેમના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. છેલ્લા 20 વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોકની કિંમતમાં 84,000 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેની કિંમત માત્ર 15.50 રૂપિયા હતી.

ત્યારથી તેના શેરની કિંમત લગભગ 84,414 ટકા વધી છે. ઑક્ટોબર 20, 2022ના રોજ BSE પર સ્ટોક રૂ. 13,099.70 પર બંધ થયો. શુક્રવાર ઑક્ટોબર 21 2022ના રોજ કામા હોલ્ડિંગ્સના શેર્સ ઇન્ટ્રાડેમાં 0.95 ટકાના ઘટાડા સાથે રૂ. 13,108 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે જેણે પણ આ શેરમાં 12 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હતુ તે કિંમત 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો કોઈ રોકાણકારે જુલાઈ 2002માં કામા હોલ્ડિંગ્સના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું

તો આજે તેનું રોકાણ 8 કરોડ 45 લાખ રૂપિયા થઈ ગયું. કામા હોલ્ડિંગ્સના શેરોએ લાંબા ગાળાના રોકાણકારો માટે ભારે નફો કર્યો છે. 20 વર્ષમાં, તેણે 84,414 ટકા વળતર આપ્યું છે, જ્યારે 5 વર્ષમાં આ શેરે રોકાણકારોને 379 ટકા વળતર આપ્યું છે. આજથી 5 વર્ષ પહેલા તેની કિંમત 2732.85 રૂપિયા હતી. આજે તે વધીને 12000થી વધુ પહોંચી ગઇ છે. છેલ્લા 1 વર્ષમાં આ શેરની કિંમતમાં 24.94 ટકાનો નફો થયો છે.

વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ સ્ટોક લગભગ 23 ટકા ચઢ્યો છે. છેલ્લા 6 મહિનામાં કામા હોલ્ડિંગ્સના શેરના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. છેલ્લા 1 મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં 1.42 ટકાનો વધારો થયો છે. 8.45 હજાર કરોડની આ મિડકેપ કંપનીએ છેલ્લા 20 વર્ષમાં તેના રોકાણકારોના રૂ. 1 લાખને 8 કરોડ કરી દીધા છે.

Shah Jina