પાળિયાથી તૃષા સોલંકીની નિર્મમ હત્યા કરનાર કલ્પેશ ઠાકોરને પોતાનું જ બ્લડ જોઇ આવી ગયા ચક્કર, વેલેન્ટાઇન ડેના દિવસે કર્યુ હતુ એવું કે…

હાલ સમગ્ર ગુજરાતમાં જો કોઇ કેસ ચર્ચામાં હોય તો તે છે તૃષા સોલંકી હત્યા કેસ…વડોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષાની પાળિયાના 10 જેટલા ઘા ઝીંકી તેની ઘાતકી હત્યા કરી હતી. તેણે તૃષાનો એક હાથ પણ કાપી નાખ્યો હતો. 19 વર્ષિય તૃષા સોલંકીની લાશ મળી આવતા પોલિસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને જેલ હવાલે કર્યો હતો. તૃષાના હત્યારાને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

ત્યારે આજે શુક્રવારના રોજ આરોપીને સાથે રાખીને પોલિસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતુ. આરોપીએ તૃષાની હત્યા કર્યા બાદ તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો અને ચેટ પણ ડિલિટ કરી હતી. પોલિસે કલ્પેશ સામે હત્યાના પુરાવાનો નાશ કરવાની કલમ પણ ઉમેરી છે. ત્યારે પોલિસે 3 સાક્ષીઓના કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન પણ નોંધ્યા છે. જેમાં તૃષાની મિત્ર ક્રિષ્ના સખાવત, સાગર મકવાણા અને દક્ષેશ પાટણવાડિયાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે કલ્પેશે તૃષાના પ્રેમમાં અગાઉ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના રોજ ડોલો ટેબલેટની 20-30 ગોળીઓ ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે તૃષાને ઇમોશનલી બ્લેકમેઇલ પણ કરતો હતો. આ ઉપરાંત પોલિસ પૂછપરછમાં મહત્વની એ વાત સામે આવી છે કે તેણે તૃષાની હત્યાનો પ્લાન એક મહિના પહેલા જ ઘડી નાખ્યો હતો અને તે અવાર નવાર તેના માટે તૃષાને મળવા પણ બોલાવતો હતો.

તે તૃષા પર દબાણ પણ કરતો જોકે, તૃષાએ મળવાની ના પાડી હતી. ત્યારે આખરે દબાણમાં આવી તૃષા કલ્પેશને મળવા તૈયાર થઇ અને ત્યારે કલ્પેશે દુકાનમાં પડેલ પાળિયુ લઇ તે હાઇવે પર તૃષાની હત્યા કરવાના ઇરાદે પહોંચ્યો હતો અને તેણે ગત મંગળવારની રાત્રે તેના પ્લાનને અંજામ પણ આપ્યો હતો. જણાવી દઇએ કે, કલ્પેશે તૃષાની જે રીતે હત્યા કરી હતી કે જાણીને ભલભલાના રુંવાડા ઉભા થઈ ગયા હતા.

તેણે તૃષાનો એક હાથ પણ કાપી નાખ્યો હતો અને તેના શરીર પર ઘણા વાર પણ કર્યા હતા. આ બાદ તેણે લોહીવાળુ પાળ્યુ પણ તૃષાની ઓઢણીથી સાફ કર્યુ હતું, અને પછી તેને દુકાનમાં જઈને સંતાડી દીધુ હતું. જોકે, કલ્પેશને ધરપકડ બાદ જયારે બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે તે તેને રક્ત જોઈને ચક્કર આવી ગયા હતા.

Shah Jina